'ટ્રૂડોના આરોપ પાયાવિહોણા, કેનેડાએ હજુ સુધી ભારતને કોઈ પુરાવા નથી સોંપ્યા',- એસ. જયશંકર
September 29, 2023

દિલ્હી- ભારત અને કેનેડા વિવાદ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. વોશિંગ્ટન ડીસીમાં હડસન ઈન્સ્ટીટ્યૂટમાં વાત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ જે આરોપ લગાવ્યા છે, તે પાયાવિહોણા છે. તેમણે એમ પણ કહ્યું કે, 'અમે અમેરિકન નેતાઓ જેક સુલિવન અને એન્ટની બ્લિંકનને કહ્યું કે, કેનેડા ઉગ્રવાદી તત્વોને આશરો આપે છે અને અમારા રાજદૂતો અસુરક્ષિત છે. કેનેડાની રાજનીતિની મજબૂરીઓના કારણે તેમને કેનેડામાં સંચાલનની જગ્યા આપવામાં આવી છે.'
જયશંકરે ભારત-કેનેડા વિવાદ પર કહ્યું કે, કેનેડિયન વડાપ્રધાને પહેલા ખાનગીરીતે કેટલાક આરોપ લગાવ્યા અને અમે તેમને બંને રીતે ખાનગી અને જાહેર રીતે પ્રતિક્રિયા આપી. તેઓ જે આરોપ લગાવી રહ્યા હતા તે અમારી નીતિને અનુરુપ ન હતા. અમે કેનેડાની ધરતી પર આતંકવાદી ગતિવિધિઓ અંગે માહિતી આપી. પરંતુ કેનેડાએ કોઈ વિશેષ માહિતી ભારતની સાથે શેર ન કરી. કેનેડા આતંકવાદી ગતિવિધિઓ માટે સુરક્ષિત આશરો આપનારું બની ગયું છે. તેમણે પોતાની ઈન્ટરનેશનલ છાપ અંગે વિચારવાની જરૂર છે. સૌથી મોટો મુદ્દો કેનેડા અને પાકિસ્તાન દ્વારા નાણાકીય સહાય અને સમર્થિત આતંકવાદ છે. ટ્રૂડોનું કહેવું છે કે, નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હોવાના પુરાવા છે. જોકે, ટ્રૂડોનો આ દાવો હવા સાબિત થઈ રહ્યો છે, કારણ કે હજુ સુધી કેનેડા તરફથી ભારતને એવા કોઈ પુરાવા સોંપવામાં નથી આવ્યા.
Related Articles
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા માગ, ખાલિસ્તાનીઓએ પરેડ યોજી, PM સામે ઉઠ્યા સવાલ
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા મા...
May 05, 2025
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
Trending NEWS

07 May, 2025