ટ્રમ્પ દ્વારા 5 દિવસના સીઝફાયરની જાહેરાતથી શેરબજારમાં તેજી, સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો
March 24, 2026
મિડિલ ઈસ્ટમાં છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 5 દિવસના સીઝફાયરની જાહેરાત કરવામાં આવતા જ વૈશ્વિક બજારોમાં તેજીનો કરંટ જોવા મળ્યો છે. આ પોઝિટિવ સેન્ટિમેન્ટની અસર આજે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. જ્યાં મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે ખુલ્યા છે.
સોમવારે 1836 પોઈન્ટના કડાકા સાથે બંધ થયેલું બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. પ્રી-ઓપનિંગમાં જ સેન્સેક્સ 1800 પોઈન્ટ સુધી ઉછળી ગયો હતો. સવારે 9:54 વાગ્યે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ +1157.58 પોઈન્ટની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, શરૂઆતની 15 મિનિટમાં સામાન્ય પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને સેન્સેક્સ 996 પોઈન્ટના વધારા સાથે 73,677.10 પર પહોંચ્યો હતો.
ટ્રમ્પની જાહેરાત અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં નરમી આવતા રોકાણકારોનો ભરોસો વધ્યો છે. ગ્લોબલ સંકેતોને પગલે ગિફ્ટ નિફ્ટીમાં 355 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે જાપાન અને કોરિયાના બજારો પણ 1 થી 2% મજબૂત થયા છે. ટોપ ગેઈનર્સમાં નિફ્ટી 50 પર શ્રીરામ ફાઈનાન્સ, આઈશર મોટર્સ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ડિગો અને ટાઈટન જેવા શેરો લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહ્યા છે.
Related Articles
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં તેજી: સેન્સેક્સ 77,245 અને નિફ્ટી 24,096 ના સ્તરે ખૂલ્યા
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં...
Apr 29, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા: વૈશ્વિક બજારમાં ઘટાડો છતાં સ્થાનિક સોના-ચાંદીમાં તેજી
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા:...
Apr 21, 2026
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો ડંકો : દેશના કુલ એક્ટિવ રોકાણકારોમાં રાજ્યનો 12.5% હિસ્સો
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતન...
Apr 20, 2026
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,0...
Apr 15, 2026
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યાં, રોકાણકારોને રાહત
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિ...
Apr 01, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ પહોંચ્યા
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભા...
Apr 01, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026