ટ્રમ્પની જીતથી શેરબજારમાં તેજી, રોકાણકારોને 8 લાખ કરોડની કમાણી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો
November 06, 2024
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં 277 ઈલેક્ટોરલ વોટ્સ મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પની જીતની જાહેરાત સાથે જ શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ 1024 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 24 500નું લેવલ ક્રોસ કરી 24524ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં બમ્પર તેજીના પગલે રોકાણકારોની મૂડી 8 લાખ કરોડ વધી છે.
બપોરના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 306.70 પોઈન્ટ, અને સેન્સેક્સ 1053.78 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. IT અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 4 ટકાથી વધુ ઉછળ્યા છે. આઈટી શેર્સમાં ઉછાળા પાછળનું કારણ ટ્રમ્પની જીતથી ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજી છે. ડોલર મજબૂત બનતાં ભારતીય આઈટી કંપનીઓ માટે કમાણીમાં વધારો કરશે. કારણકે, ભારતીય આઈટી કંપનીઓ ડોલરમાં બિઝનેસ કરે છે.
બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં આજે 409 શેર્સમાં 5થી 20 ટકા સુધી અપર સર્કિટ વાગી છે. જ્યારે 226 શેર્સ 52 વીક હાઈ થયા છે. કુલ ટ્રેડેડ 4021 શેર્સ પૈકી 3017 શેર્સમાં સુધારો અને 913 શેર્સમાં ઘટાડે ટ્રેડિંગ થઈ રહ્યું છે.
ભારતીય શેરબજારમાં સાર્વત્રિક સુધારાનો માહોલ જોવા મળ્યો છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં લેવાલીના પ્રેશરના કારણે ઈન્ડેક્સ ક્રમશઃ 3.98 ટકા અને 3.48 ટકા ઉછાળો નોંધાયો છે. પીએસયુ ઈન્ડેક્સ 2.25 ટકા, એનર્જી 2.22 ટકા, મેટલ 1.17 ટકા, ઓઈલ એન્ડ ગેસ 2.88 ટકા, કેપિટલ ગુડ્સ 2.78 ટકા, પાવર 2.43 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.Related Articles
મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 11 ના મોત, 12 લોકો ઈજાગ્રસ્ત
મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ...
Jan 26, 2026
અમેરિકામાં ટેકઓફ દરમિયાન પ્રાઇવેટ જેટ ક્રેશ, ભીષણ આગ લાગી
અમેરિકામાં ટેકઓફ દરમિયાન પ્રાઇવેટ જેટ ક્...
Jan 26, 2026
અમેરિકામાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયું, 13,500થી વધુ ફ્લાઇટ રદ્દ કરાઈ
અમેરિકામાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાય...
Jan 26, 2026
ઈન્ડોનેશિયામાં દુનિયાની સૌથી જૂની 67,800 વર્ષ પ્રાચીન ગુફા કલા મળી આવી
ઈન્ડોનેશિયામાં દુનિયાની સૌથી જૂની 67,800...
Jan 26, 2026
અમેરિકામાં બરફનું તોફાન, 13000 ફ્લાઈટ્સ રદ, બત્તી ગુલ
અમેરિકામાં બરફનું તોફાન, 13000 ફ્લાઈટ્સ...
Jan 25, 2026
અમેરિકા બરફની ચાદરમાં ઢંકાયું, 15 જેટલા રાજ્યોમાં કટોકટી જાહેર, 21 કરોડ લોકોને અસર
અમેરિકા બરફની ચાદરમાં ઢંકાયું, 15 જેટલા...
Jan 24, 2026
Trending NEWS
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
24 January, 2026