7.8ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ બાદ ફિલિપાઇન્સમાં સુનામીનું એલર્ટ જાહેર, અનેક ઈમારતો ધરાશાયી
June 08, 2026
વિશ્વના કેટલાક દેશોમાં કુદરતી આફતનો સિલસિલો યથાવત છે. ફિલિપાઈન્સમાં 7.8ની તીવ્રતાના એક શક્તિશાળી ભૂકંપના આંચકા બાદ હવે દરિયાકાંઠાના વિસ્તારો પર સુનામીનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. અમેરિકન સુનામી ચેતવણી પ્રણાલી (US Tsunami Warning System) એ સુનામીની સત્તાવાર ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે, ખતરનાક દરિયાઈ મોજા આ ક્ષેત્રના દરિયાકાંઠાને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે. આ આંતરરાષ્ટ્રીય ચેતવણી બાદ ઇન્ડોનેશિયાની જીઓફિઝિક્સ એજન્સીએ પણ દેશના ઉત્તર-પૂર્વીય તટીય વિસ્તારો માટે સુનામીનું એલર્ટ જારી કર્યું છે અને સ્થાનિક રહીશોને અત્યંત સતર્ક રહેવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તાકીદ કરી છે.
હવામાન અને ભૂગર્ભીય એજન્સીઓના જણાવ્યા અનુસાર, પ્રભાવિત દરિયાકાંઠાના વિસ્તારોમાં એક મીટર કરતાં પણ વધુ ઊંચી સુનામીની લહેરો ત્રાટકી શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા દક્ષિણ ફિલિપાઇન્સના અનેક પ્રાંતોના રહેવાસીઓને કોઈ પણ પ્રકારની વિલંબ કર્યા વિના તાત્કાલિક ઊંચા અને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરી જવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ સતત સમુદ્રના સ્તરની સ્થિતિ પર નજર રાખી રહી છે અને ભૂકંપની તીવ્રતાના પ્રભાવનું મૂલ્યાંકન કરી રહી છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ શક્તિશાળી ભૂકંપના કારણે મોટા પાયે નુકસાન થવાની સંભાવના છે. આ સાથે જ આગામી કલાકો અને દિવસોમાં પણ પૃથ્વીની અંદર થતી હલચલને કારણે તીવ્ર આફ્ટરશોક્સ (ભૂકંપ પછીના આંચકા) આવી શકે છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા રવિવારે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાડોશી દેશ ભૂટાન હતું. ભૂટાન ઉપરાંત ભારત, નેપાળ અને ચીનના કેટલાક ભાગોમાં પણ ધરતી ધ્રુજી ઉઠી હતી.
ભારતમાં આ ભૂકંપની વ્યાપક અસર અસમ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી, જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026