તુલસી ગબાર્ડના ભાઈની ધરપકડ: લાલચ આપીને સગીર બાળકોને હોટલ રૂમમાં બોલાવવાનો આરોપ
July 19, 2026
વોંશિગ્ટન : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિયામક તુલસી ગબાર્ડના મોટા ભાઈ બટાર્ટી ગબાર્ડ પર બાળકોને હોટલના રૂમમાં બોલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમણે બાળકોને પૈસા અને ચ્યુઇંગમની લાલચ આપી હતી. આ મામલામાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હોનોલુલુ પોલીસે તેમની સામે બાળકોને હોટલના રૂમમાં બોલાવવાના કથિત પ્રયાસના મામલામાં સેકન્ડ-ડિગ્રી કસ્ટોડિયલ ઇન્ટરફેરન્સનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 12 જુલાઈના રોજ બપોરે આશરે 2 વાગ્યે હવાઈના વાઇકિકી સ્થિત એક હોટલના સ્વિમિંગ પૂલ વિસ્તારમાં બની હતી. આરોપ છે કે, 55 વર્ષીય બટાર્ટી ગબાર્ડે ત્યાં હાજર ઘણા બાળકો સાથે વાતચીત શરૂ કરી હતી. તેમણે બાળકોના નામ પૂછ્યા, તેમને પોતાની નોટબુકમાં લખ્યા અને પછી કથિત રીતે ચ્યુઇંગમ અને પૈસા આપવાની લાલચ આપીને પોતાના હોટલના રૂમમાં આવવા કહ્યું. એવું જાણવા મળ્યું છે કે બાળકો, જેમાં એક 9 વર્ષનો છોકરો પણ સામેલ હતો, તેમણે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. ત્યારબાદ બટાર્ટી ગબાર્ડ ત્યાંથી ચાલ્યા ગયા હતા. બાદમાં એક 42 વર્ષીય મહિલાએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી, ત્યારબાદ તપાસ શરૂ થઈ. પોલીસે આને 'સ્ટ્રેન્જર ડેન્જર' એટલે કે, અજાણ્યા વ્યક્તિ દ્વારા બાળકોને ફોસલાવવા સંબંધિત મામલો ગણાવ્યો છે.
આ દરમિયાન સ્થાનિક ટીવી ચેનલ KITVના અહેવાલ મુજબ, બટાર્ટી ગબાર્ડની 16 જુલાઈના રોજ એક અલગ ચોરીના મામલામાં પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કોર્ટમાં ચોરીના આરોપોનો ઇનકાર કર્યો અને પોતાને નિર્દોષ ગણાવ્યા. આ મામલામાં તેમને જામીન મળી ગયા છે, અને આગામી સુનાવણી 14 ઓગસ્ટે થશે. જો કે, બાળકોને કથિત રીતે ફોસલાવવાના મામલામાં હજી સુધી કોર્ટે સુનાવણીની તારીખ નક્કી કરી નથી. હોનોલુલુ પોલીસે પુષ્ટિ કરી છે કે, હાલમાં બટાર્ટી ગબાર્ડ પોલીસ કસ્ટડીમાં નથી.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026