ટ્યૂનિસ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ટર્કિશ એરલાઇન્સનું વિમાન તોફાનમાં ફસાયું, 60 માઈલ દૂર સુરક્ષિત ઉતરાણ
September 14, 2026
ઈસ્તાંબુલથી ટ્યુનિશિયા જઈ રહેલા ટર્કિશ એરલાઇન્સના એક વિમાનમાં ગત 10 સપ્ટેમ્બરના રોજ હવામાં મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી. ટ્યૂનિસ-કાર્થેજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે આ ફ્લાઇટ લેન્ડિંગ કરી રહી હતી ત્યારે અચાનક ભારે તોફાન અને ભયાનક ટર્બુલન્સનો શિકાર બની હતી. ખરાબ હવામાન વચ્ચે વિમાન હચમચી ઉઠતા અંદર બેઠેલા તમામ પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ડરના માર્યા ચારેતરફ ચીસાચીસ થવા લાગી હતી.
આ ડરામણી ઘટનાનો વીડિયો તેમાં પોતાની માતા સાથે મુસાફરી કરી રહેલા એક પ્રવાસીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર સમગ્ર ઉડાન દરમિયાન બધું સામાન્ય હતું, પરંતુ લેન્ડિંગ સમયે અચાનક મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી. પાયલટે ટ્યૂનિસ-કાર્થેજ એરપોર્ટના રનવે પર વિમાનને ઉતારવા માટે એક-બે નહીં પરંતુ ત્રણ વખત પ્રયાસ કર્યા હતા, જોકે પ્રત્યેક વખતે પ્લેન ભયજનક રીતે હલી રહ્યું હતું.
ત્રીજી વખત જ્યારે વિમાન નીચે ઉતારવાની કોશિશ કરવામાં આવી ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી અને પ્લેન જાણે હવામાં ફ્રી-ફોલ થતું હોય તેમ અચાનક નીચે તરફ પડવા લાગ્યું હતું. વાતાવરણ અત્યંત પ્રતિકૂળ હોવાથી એરપોર્ટ પર ઉતરાણ શક્ય ન બનતા પાયલટે પ્લેનને વિસ્તારની ઉપર જ રાખીને આકાશમાં ચક્કર લગાવ્યા હતા.
આખરે ટ્યૂનિસ-કાર્થેજ એરપોર્ટ પર લેન્ડિંગ કરવું અસંભવ જણાતા ફ્લાઇટને ત્યાંથી અંદાજિત 60 માઈલ દક્ષિણ દિશામાં આવેલા એનફિધા-હમ્મામેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. સદનસીબે આ વૈકલ્પિક એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ભયંકર ઘટનામાં કોઈ પણ પ્રવાસીને ઈજા પહોંચી ન હતી, પરંતુ જીવલેણ જોખમ અને વારંવાર લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસોએ લોકો માટે આ હવાઈ સફરને ક્યારેય ન ભુલાય તેવો બિહામણો અનુભવ બનાવી દીધી હતી.
Related Articles
બાબ અલ-મંદેબ સંકટ અને પાઇપલાઇન હુમલાથી ક્રૂડ 107 ડોલર પાર, ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતા
બાબ અલ-મંદેબ સંકટ અને પાઇપલાઇન હુમલાથી ક...
Sep 14, 2026
હૂતી મિસાઈલોથી ધ્રૂજ્યું સાઉદી અરેબિયા, મસ્જિદને અને સૈન્ય બેઝને નુકસાન
હૂતી મિસાઈલોથી ધ્રૂજ્યું સાઉદી અરેબિયા,...
Sep 13, 2026
ઈરાને ફરી વધાર્યું વિશ્વનું ટેન્શન! ઓમાન સાથે ડીલ છતાં હોર્મુઝને ફરીથી ખોલવા માટે ચોક્કસ શરત
ઈરાને ફરી વધાર્યું વિશ્વનું ટેન્શન! ઓમાન...
Sep 13, 2026
પેરિસમાં નવનિર્મિત BAPS હિન્દુ મંદિર ખાતે 43 દેશોના 50 પ્રતિનિધિઓ એકત્રિત થયા
પેરિસમાં નવનિર્મિત BAPS હિન્દુ મંદિર ખાત...
Sep 12, 2026
એકતરફી ટેરિફ કે આર્થિક દબાણ નહીં ચાલે: બ્રિક્સ સમિટમાં 'નવી દિલ્હી ડિક્લેરેશન' સર્વસંમતિથી પાસ
એકતરફી ટેરિફ કે આર્થિક દબાણ નહીં ચાલે: બ...
Sep 12, 2026
દુનિયા સામે મોટું ટેન્શન, સાઉદીએ ઓઈલ પાઈપલાઈન બંધ કરી, બાબ અલ મંદેબ પર હુથીઓનો કબજો!
દુનિયા સામે મોટું ટેન્શન, સાઉદીએ ઓઈલ પાઈ...
Sep 12, 2026
Trending NEWS
13 September, 2026
13 September, 2026
13 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026