સુરેન્દ્રનગરના ચુડામાં રમતા રમતા બે બાળકો પડ્યા કૂવામાં, સગા ભાઈ-બહેનના મોત

January 11, 2025

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ચુડામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચુડાના વિજયનગરમાં આવેલા ભાડિયામાં કૂવામાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. કૂવામાં પડી જવાથી મૃત્યુ થનારા બે બાળકો સગા ભાઈ-બહેન હતા. બંને ભાઈ-બહેન ઘરની નજીક આવેલા કૂવા પાસે રમી રહ્યા હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બાળકો કઈ રીતે કૂવામાં પડ્યા તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી. 

મળતી માહિતી મુજબ, ચુડાના વિજયનગર વિસ્તારમાં કૃણાલ અને રોશની કાવેઠીયા બંને ભાઈ-બહેનના કૂવામાંથી મૃતદેહ મળી આવ્યા હતા. બંને ભાઈ-બહેન ઘરેથી રમવા માટે નીકળ્યા બાદ ઘરે પરત પહોંચ્યા ન હતા. બે બાળકોને ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે. જો કે, બંને બાળકો કૂવામાં કેવી રીતે પડ્યા તેની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.