ઈરાનના મિસાઈલ હુમલાના દાવા વચ્ચે યુએઈએ તમામ વેપાર સ્થગિત કર્યો, 10 મિનિટમાં ચેતવણી હટાવી
August 19, 2026
ઈરાન સાથેના તમામ વેપાર અને નાણાકીય વ્યવહારો યુએઈએ હાલ પૂરતા સ્થગિત કરી દીધા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે યુએઈએ ઈરાની દળો પર પોતાના તરફ બે બેલેસ્ટિક મિસાઈલ છોડવાનો આરોપ લગાવ્યો છે, જોકે ઈરાને આ દાવાને નકારી કાઢ્યો છે. યુએઈના વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રદેશમાં શાંતિ અને સુરક્ષાને નુકસાન પહોંચાડી રહેલા વધતા તણાવના જવાબમાં આ નિર્ણય લેવાયો છે અને ઈરાન સાથેના તમામ વેપાર, વ્યાવસાયિક લેવડદેવડ અને નાણાકીય વ્યવહારો આગામી સૂચના સુધી બંધ રહેશે.
મંગળવાર સાંજે યુએઈના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકોને કટોકટી ચેતવણી મળી હતી. સત્તાવાળાઓએ દેશમાં મિસાઈલ ખતરાની ચેતવણી આપી હતી. સ્થાનિક સમય અનુસાર સાંજે 6.30 વાગ્યા બાદ આ ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જોકે લગભગ 10 મિનિટ બાદ સ્થિતિ સુરક્ષિત હોવાનું પુષ્ટિ આપીને સત્તાવાળાઓએ ચેતવણી હટાવી લીધી હતી.
યુએઈના સંરક્ષણ મંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે જણાવ્યું હતું કે દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ ઈરાનથી યુએઈ તરફ છોડવામાં આવેલી બે બેલેસ્ટિક મિસાઈલ શોધી કાઢી હતી. પ્રથમ મિસાઈલ યુએઈના પ્રાદેશિક જળની બહાર પડી હતી, જ્યારે બીજી મિસાઈલ પ્રાદેશિક જળની અંદર પડી હતી. બાદમાં સામે આવેલા અહેવાલો અનુસાર બંને મિસાઈલ યુએઈના દરિયાઈ નૌવહન ક્ષેત્રને નિશાન બનાવી રહી હતી અને સમુદ્રમાં પડી હતી.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે દુબઈ અને દેશના અન્ય વિસ્તારોમાં સંભળાયેલો અસામાન્ય અવાજ હવાઈ સંરક્ષણ કામગીરીને કારણે થયો હતો. મિસાઈલના ખતરાને પહોંચી વળવા માટે આ કામગીરી કરવામાં આવી રહી હતી.
Related Articles
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર ભૂકંપના આંચકા
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર...
Oct 25, 2026
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026
21 October, 2026
21 October, 2026