Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

યુપી: ટ્રક સાથેની ભયંકર ટક્કરમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ, 8 લોકોનાં દર્દનાક મોત, અનેક ઘાયલ

December 07, 2024

કન્નૌજ : ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક માર્ગ દુર્ઘટનામાં આઠ લોકોના મોત નીપજ્યા. આ દુર્ઘટના આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર ઔરૈયા બોર્ડર નજીક થઈ. એક સ્લીપર બસ અને પાણીના ટેન્કરમાં ટક્કરના કારણે થયેલી દુર્ઘટનામાં 19 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સૈફઈ મેડીકલ કોલેજ અને તિર્વા મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં કુલ 40 લોકો સવાર હતા. પોલીસે જણાવ્યું કે મામલામાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેન્કર સાથે ટક્કર બાદ બસ સંપૂર્ણ રીતે પલટાઈ ગઈ. પોલીસ અને સ્થાનિક લોકો ત્યાં દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરી રહ્યાં છે.

ઘટના બાદ કન્નૌજ પોલીસે એક નિવેદન જારી કરી જણાવ્યું, 'સકરાવા વિસ્તારમાં એક ડબલ ડેકર બસે ડિવાઈડર પર છોડમાં પાણી નાખી રહેલા પાણીના ટેન્કરને પાછળથી ટક્કર મારી. માહિતી મળતાં તાત્કાલિક પોલીસ, યુપીડા અને એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. દુર્ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા. તેમના પરિવારજનોને માહિતી આપવામાં આવી રહી છે.

કન્નૌજના પોલીસ અધિક્ષકે મીડિયાને જણાવ્યું કે આ બસ લખનૌથી દિલ્હી જઈ રહી હતી. દુર્ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યુ. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. અન્ય મુસાફરો માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવામાં આવી છે.