અમેરિકા-ઈરાન તણાવની શેરબજાર પર અસર: સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેક્સમાં 1626 પોઈન્ટનો કડાકો
April 13, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં તેની સીધી અને નકારાત્મક અસર ભારતીય શેરબજાર પર પડી છે. વૈશ્વિક સ્તરે વધેલા ભૂ-રાજકીય તણાવને પગલે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે બજાર ખૂલતાં જ રોકાણકારોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. આ વૈશ્વિક અશાંતિના ડરથી બજારમાં જંગી વેચવાલી નીકળતા સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો નોંધાયો છે.
શેરબજારમાં ચોમેર વેચવાલીના દબાણ હેઠળ BSE SENSEX તેના અગાઉના 77,550.25 ના બંધ ભાવ સામે નબળાઈ સાથે 75,937.16 ના મથાળે ખૂલ્યો હતો. શરૂઆતી કારોબારમાં જ ઘટાડો આગળ વધતા સેન્સેક્સ 1,626.93 પોઈન્ટ એટલે કે 2.10 ટકા તૂટીને 75,923.32 ના સ્તર સુધી નીચે પટકાયો હતો. આજના દિવસના ટ્રેડિંગ સત્ર દરમિયાન સેન્સેક્સમાં 76,339.30 ની ઊંચી અને 75,868.32 ની નીચી સપાટી જોવા મળી હતી.
સેન્સેક્સની જેમ NIFTY 50 ઇન્ડેક્સમાં પણ રોકાણકારોએ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. નિફ્ટી તેના ગત સત્રના 24,050.60 ના બંધ સામે 23,589.60 પર ઓપન થયો હતો. બજારમાં સતત ઘટાડાના કારણે નિફ્ટી 474.60 પોઈન્ટ એટલે કે 1.97 ટકા તૂટીને 23,576.00 ના લેવલ પર પહોંચી ગયો હતો. દિવસ દરમિયાન નિફ્ટીએ 23,699.70 નો હાઈ અને 23,555.60 નો લો બનાવ્યો હતો.
Related Articles
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી...
Sep 28, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ...
Sep 28, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાન...
Sep 28, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026