અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યાનો આરોપ લગાવી અમેરિકાએ ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી, ઈરાને પણ વળતો જવાબ આપ્યો
June 10, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાના અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાનો ઈરાન પર આરોપ લગાવ્યા બાદ મંગળવારે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી હતી. બીજી તરફ, ઈરાને અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો ઇનકાર કરીને દાવો કર્યો હતો કે અમેરિકા આ ઘટનાનું બહાનું બનાવીને તેમના પર હુમલા કરી રહ્યું છે. માહિતી અનુસાર, હેલિકોપ્ટર દુર્ઘટના બાદ અમેરિકી નૌસેનાના એક ડ્રોન બોટ ઓપરેશને ક્રૂના બંને સભ્યોને સુરક્ષિત બચાવી લીધા હતા. શરૂઆતમાં આ દુર્ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સીધો ઈરાન પર હેલિકોપ્ટર તોડી પાડવાનો આરોપ લગાવી દીધો હતો.
અમેરિકી મીડિયાના અહેવાલો મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાન પર હુમલાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે અને આ સૈન્ય કાર્યવાહી હજી પણ ચાલુ છે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં કરાયેલા આ હુમલા ઈરાનને માત્ર ચેતવણી આપવા માટે કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ હુમલાઓથી યુદ્ધનો અંત લાવવા માટે ચાલી રહેલી વાતચીત પર કોઈ અસર પડવાની આશંકા નથી.
અમેરિકાની સૈન્ય કાર્યવાહીના જવાબમાં હવે ઈરાને પણ અમેરિકી સૈન્ય મથકો પર હુમલા શરૂ કર્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાનની ટોચની સંયુક્ત સૈન્ય કમાન ખતમ અલ-અંબિયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ઈરાનમાં અમેરિકાની આક્રમકતાના જવાબમાં આ વિસ્તારમાં આવેલા કેટલાક અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, દક્ષિણ ઈરાનના કેશમ ટાપુ અને સિરિક વિસ્તારમાં ધડાકાના અવાજ સંભળાયા હતા, જ્યારે બંદર અબ્બાસમાં પણ સતત કેટલાક વિસ્ફોટો થયા હતા. આ હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી હતી કે જો અમેરિકા સુરક્ષિત રહેવા માંગતું હોય, તો તેણે ફારસની ખાડી વિસ્તારમાંથી બહાર નીકળી જવું જોઈએ.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026