હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
August 25, 2026
અમેરિકા અને ઇરાન વચ્ચે પર્શિયન ગલ્ફમાં આવેલા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz)ને લઈને તણાવ વધુ ઘેરો બન્યો છે. યુએસ ટ્રેઝરી વિભાગના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા વિશ્વભરના જહાજો અને શિપિંગ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો તેઓ હોર્મુઝ સ્ટ્રેટ સંબંધિત બાબતોમાં કોઈપણ ઇરાની સંગઠનો સાથે માહિતી શેર કરશે, તો તેમની સામે કડક અમેરિકી પ્રતિબંધો લાદવામાં આવશે. અમેરિકી તંત્ર અનુસાર, ઇરાની સંસ્થાઓ દ્વારા માંગવામાં આવેલી માહિતી આપવા બદલ જહાજો પર સેન્ક્શનનો મોટો ખતરો રહેશે, ભલે તેના બદલે કોઈ નાણાકીય લેવડ-દેવડ કે ચૂકવણી કરવામાં ન આવી હોય.
વોશિંગ્ટને પોતાના આકરા વલણમાં ખાસ કરીને 3 ઇરાની સંસ્થાઓના નામ જાહેર કર્યા છે, જેમાં 'પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી', 'પર્શિયન ગલ્ફ મરીન ઇન્સ્યોરન્સ કંપની' અને 'હોર્મુઝસેફ મરીન સર્વિસિસ ઓથોરિટી' નો સમાવેશ થાય છે. અમેરિકાની આ આકરી ચેતવણી તેની 'ઇકોનોમિક ડી-ડે' ઝુંબેશનો એક ભાગ છે, જેના હેઠળ વોશિંગ્ટન ઇરાન પર આર્થિક દબાણ વધારીને તેના વૈશ્વિક કારોબાર અને નાણાકીય સંસાધનોને મર્યાદિત કરવા માંગે છે. અગાઉ પણ અમેરિકાએ આ સમુદ્રી માર્ગ પરથી પસાર થવા માટે ઇરાનને કોઈપણ પ્રકારનો ટોલ કે ચાર્જ ચૂકવવા સામે આંતરરાષ્ટ્રીય જહાજોને ચેતવ્યા હતા.
સામે પક્ષે ઇરાને આ પગલાને 'આર્થિક આતંકવાદ' ગણાવીને તીખી પ્રતિક્રિયા આપી છે. ઇરાની સંસ્થાઓએ દાવો કર્યો છે કે 46 જહાજોએ તેમના ટ્રાન્ઝિટ પ્રોટોકોલનો ભંગ કર્યો છે અને તેમને ભવિષ્યમાં ભારે દંડ, કસ્ટડી કે જપ્તી જેવી આકરી કાર્યવાહીની ધમકી આપવામાં આવી છે. આ બંને દેશો વચ્ચેના ટકરાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની અવરજવરમાં ભારે ઘટાડો નોંધાયો છે. પરિણામે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને એલએનજી (LNG) સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ સર્જાઈ છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજાર અને દરિયાઈ સુરક્ષા પર મોટું સંકટ ઊભું થયું છે.
Related Articles
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડેનમાર્ક સાથેની ડીલ અંગે ફોડ પાડ્યો
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડે...
Sep 19, 2026
H-1B વિઝા અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકો આપ્યો, ભારતીયોની નોકરી પર આફત, 1 લાખ ડૉલર ફી યથાવત્
H-1B વિઝા અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકો આ...
Sep 19, 2026
ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન 'આત્મઘાતી બ્લાસ્ટ', 15 લોકોના મોત
ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન 'આત્મઘાત...
Sep 18, 2026
5 જ વર્ષમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેવો વિનાશ થશે!, ગૂગલના ટોચના AI વૈજ્ઞાનિકનું રાજીનામું
5 જ વર્ષમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેવો...
Sep 15, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026