ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે
September 08, 2026
ઉત્તરાખંડમાં ચાલી રહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ નામ રદ્દ કરવા માટે ફોર્મ 7 હેઠળ 1,30,382 થી વધુ અરજીઓ નોંધાઈ છે. આશ્ચર્યજનક રીતે રાજ્યના કુલ 13 પૈકી માત્ર 4 જિલ્લાઓ ઉધમ સિંહ નગર (43,878), હરિદ્વાર (29,369), દેહરાદૂન (19,402) અને નૈનીતાલ (18,301)માંથી જ 85 ટકાથી વધારે અરજીઓ આવી છે. આ સ્થિતિ વચ્ચે ચૂંટણી પંચે દાવા-વાંધાઓના સમાધાનની મુદત 17 દિવસ વધારી દેતાં હવે આખરી મતદાર યાદી 15 સપ્ટેમ્બરના બદલે 3 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા દાવા અને વાંધાઓ સ્વીકારવાની સમયમર્યાદા 14 જુલાઈથી શરૂ થઈને 9 સપ્ટેમ્બર સુધી નિર્ધારિત હતી, જેને હવે લંબાવીને 28 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બીવીઆરસી પુરુષોત્તમે મીડિયાને જણાવ્યું હતું કે, પડતર દાવાઓ અને વાંધાઓના યોગ્ય પતાવટ માટે આ વધારાનો સમય અપાયો છે. સાચા અને વાસ્તવિક મતદારોનું નામ યાદીમાંથી બાકાત ન થઈ જાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને બૂથ સ્તરે નવેસરથી તપાસ કરવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.
અગાઉ 14 જુલાઈએ પ્રસિદ્ધ થયેલી SIR ડ્રાફ્ટ યાદીમાં મતદારોની સંખ્યા 71.33 લાખ નોંધાઈ હતી, જે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતની 79.58 લાખની સરખામણીએ સીધી 8.25 લાખ જેટલી ઓછી જોવા મળી હતી. આ ઉપરાંત, પંચ દ્વારા હાથ ધરાયેલી ઘર-ઘર ગણતરી દરમિયાન ગેરહાજર, સ્થળાંતરિત અથવા મૃત્યુ પામેલા (ASD) કેટેગરી હેઠળ 8.32 લાખ મતદારોની ઓળખ કરવામાં આવી હતી.
ડ્રાફ્ટ યાદીમાં અનિયમિતતાના પગલે અંદાજે 19.04 લાખ મતદારોના રેકોર્ડ સામે ગંભીર સવાલો ઊભા થયા હતા, જેમાં દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સૌથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા હતા. ચૂંટણી પંચે આ તમામ કેસોની તલસ્પર્શી ફેરતપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી કોઈ પણ ક્ષતિ વિનાની સુધારેલી અને પારદર્શક આખરી મતદાર યાદી આગામી 3 ઓક્ટોબરે રાજ્ય સમક્ષ મૂકી શકાય.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026