Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

વિરાટે રોનાલ્ડોના 'Siu' સેલિબ્રેશનથી ફેન્સને કર્યા એન્ટરટેઈન

March 03, 2025

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઘણીવાર મેદાન પર ફિલ્ડિંગ કરતી વખતે પોતાની ફની હરકતોથી ફેન્સનું મનોરંજન કરતા જોવા મળે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન આજે આવી જ એક ઘટના જોવા મળી. ફિલ્ડિંગ દરમિયાન, કોહલી બાઉન્ડ્રી લાઈન પાસે ફેમસ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સિયુ સેલિબ્રેશનની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો મોટો ફેન છે. કોહલી ઘણી વાર રોનાલ્ડોની પ્રશંસા કરતો પણ જોવા મળ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડ બેટિંગ કરી રહ્યું હતું, ત્યારે કોહલી બાઉન્ડ્રી લાઈન પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને તે અચાનક રોનાલ્ડોના સિયુ સેલિબ્રેશન કરતો જોવા મળ્યો, જેનાથી સ્ટેન્ડમાં રહેલા ફેન્સનો ઉત્સાહ વધી ગયો.