એકતરફી ટેરિફ કે આર્થિક દબાણ નહીં ચાલે: બ્રિક્સ સમિટમાં 'નવી દિલ્હી ડિક્લેરેશન' સર્વસંમતિથી પાસ
September 12, 2026
નવી દિલ્હી : નવી દિલ્હી ખાતે આયોજિત BRICS સમિટના અંતે સભ્ય દેશોએ સર્વસંમતિથી ઐતિહાસિક New Delhi Declaration જાહેર કર્યું છે. આ જોઇન્ટ ડિક્લેરેશનમાં વૈશ્વિક વેપારને નુકસાન પહોંચાડતા એકતરફી ટેરિફ અને બળજબરીપૂર્વકના આર્થિક પગલાં સામે અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું ઉલ્લંઘન કરતા ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો સામે સ્પષ્ટ ચેતવણી આપતાં BRICS જૂથે આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ લેવાતા એકતરફી પગલાંઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે.
આ સાથે જ, ઘોષણાપત્રમાં વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષોને રોકવા માટે મૂળ કારણોને ઉકેલવા, પરમાણુ યુદ્ધના વધતા જોખમો સામે સાવચેત રહેવા અને તમામ આંતરરાષ્ટ્રીય વિવાદોને માત્ર સંવાદ, સલાહ-મસલત અને કૂટનીતિ દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ઘોષણાપત્રમાં સભ્ય દેશો વચ્ચે સ્થાનિક ચલણ અને ક્રોસ-બોર્ડર પેમેન્ટ નેટવર્કને વ્યવહારુ બનાવવા માટે ચાલી રહેલી વાટાઘાટોને ચાલુ રાખવા પ્રોત્સાહિત કરવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય વેપાર કોઈપણ એક કરન્સી કે પશ્ચિમી પેમેન્ટ સિસ્ટમના જોખમથી મુક્ત રહી શકે.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026