અમે ભારતની પડખે, આતંકવાદીઓને પકડવામાં મદદ કરીશું : અમેરિકા

April 25, 2025

દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ આઘાતમાં છે. દેશભરના લોકો આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. એવામાં અમેરિકાએ આતંકવાદીઓને પકડવા માટે મદદ અંગે મોટી જાહેરાત કરી છે. 
અમેરિકાએ કહ્યું છે કે તે આતંકવાદીઓને પકડવામાં ભારતની મદદ કરશે. અમેરિકાના DNI ( નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર ) તુલસી ગબાર્ડે     X હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું છે, કે 'આ ભયાવહ ઈસ્લામિક આતંકવાદી હુમલા બાદ અમે દ્રઢતાથી ભારતની પડખે છીએ. પ્રિયજન ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદનાઓ. અમે તમારી સાથે છીએ અને હુમલા માટે જવાબદાર લોકોને ઝડપવામાં સમર્થન કરીશું.'