ચહલ અને આરજે મહવશના સબંધો નક્કી! બંનેની આવી હરકતથી ખુલી અફેરની પોલ

July 15, 2025

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશની જોડી આ દિવસોમાં ચર્ચામાં છે કારણે યુઝવેન્દ્ર ચહલના ધનશ્રી સાથે છૂટાછેડા બાદ ક્રિકેટર સતત આરજે મહવશ સાથે જોવા મળી રહ્યો છે. જોકે બંનેમાંથી કોઈએ પણ પોતાના સબંધો પર મૌન તોડ્યું નથી પરંતુ બંનેની સોશિયલ મીડિયા પોસ્ટથી લઈને ડેટિંગ સુધીની સફરના કારણે લોકો કહી રહ્યા છે બંનને વચ્ચે અફેર છે. 

હવે ચહલ અને મહવશના લંડનના ફોટાએ ફરી અફવાઓને વધુ તીવ્ર બનાવી દીધી છે.  યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશનું પાછળનું બેગ્રાઉન્ડ જોઈને લોકો નક્કી કહી રહ્યા છે કે બંને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે જેના કારણે ચહલની લંડનમાં હાજરી વધુ ચર્ચાનો વિષય બની છે.

યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશે લંડનની ગલીઓની કેટલીક તસવીરો શેર કરી છે. માહવાશે બ્લેક મીની સ્કર્ટ, વ્હાઈટ શર્ટ અને બ્લેક હાફ ટી-શર્ટ પહેર્યો હતો જ્યારે ચહલે જીન્સ અને બ્લૂ અને વ્હાઈટ પટ્ટાવાળો શર્ટ પહેર્યો હતો. લોકોએ જોયું કે બંનેના ફોટા એક જ જગ્યાએથી લેવામાં આવ્યા છે પરંતુ શરૂઆતમાં કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહીં. હવે આ વાત સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે.