જાપાનમાં વિચિત્ર લગ્ન : 32 વર્ષીય મહિલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાર્ટનરને પરણી
November 19, 2025
જાપાનમાં લગ્નનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 32 વર્ષની મહિલાએ કોઈ રિયલ પાર્ટનર સાથે નહીં, પરંતુ ચેટજીપીટીથી બનાવેલા એઆઈ પાર્ટનર સાથે લગ્ન કર્યા છે. બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ જતાં ખાલીપો અનુભવતી મહિલાએ ફરી વખત માણસને પ્રેમ કરવાની ભૂલ કરવાને બદલે એઆઈ પાર્ટનર પર પસંદગી ઉતારી. આ વાત છે જાપાનના નાનકડા શહેર ઓકાયામાની. ત્રણેક વર્ષ પહેલાં કાનો નામની 29 વર્ષની મહિલાનંપ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. તે વખતે કાનો ભયંકર એકલતા અનુભવતી હતી. ભાવનાત્મક ખાલીપો ભરવા કાનોએ તે અરસામાં નવા નવા આવેલા એઆઈ ચેટબોટ ચેટજીપીટીની મદદથી એક વર્ચ્યુઅલ પાર્ટનર પસંદ કર્યો. તેણે પોતાના એઆઈ પાર્ટનરને લ્યૂન ક્લાઉસ નામ આપ્યું. લ્યૂન આ મહિલાનો ભાવનાત્મક ખાલીપો ભરવામાં સફળ થયો હતો. હ્મુમન પાર્ટનર કરતાં કાનોને પણ આ એઆઈ પાર્ટનર વધારે અનુકૂળ આવ્યો. અઢી-ત્રણ વર્ષના ડેટિંગ પછી આખરે કાનોએ એની સાથે લગ્ન કરીને પાર્ટનર બનાવવાનું નક્કી કર્યું. ઓકાયામા શહેરમાં કાનોએ એક વેડિંગ સેરેમની યોજી અને વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસની મદદથી એઆઈ પાર્ટનર લ્યૂન સાથે લગ્ન કર્યાં. વીઆરની મદદથી રિંગ સેરેમની યોજાઈ. જાપાનની પરંપરાગત લગ્નવિધિ પ્રમાણે કાનોએ લગ્ન કર્યાં. ફ્રેમિલી અને ફ્રેન્ડ્સને લગ્ન સમારોહમાં આમંત્રણ આપ્યું. સ્માર્ટફોનમાં હાજર પાર્ટનર સાથે કાનોએ તેના પરિવારજનોનો પરિચય કરાવ્યો. આ લગ્ન જાપાનમાં જ નહીં, આખી દુનિયામાં ચર્ચાસ્પદ બન્યા છે. જોકે, જાપાનમાં આ લગ્નને સત્તાવાર માન્યતા મળી નથી. કાનોએ કહ્યું કે ભલે તેના પાર્ટનરને સત્તાવાર સરકારી માન્યતા ન મળે, પરંતુ તેનો એઆઈ પાર્ટનર ઈમોશ્નનલ સપોર્ટ આપે છે અને હંમેશા તેની સાથે રહે છે. આજે દુનિયામાં પ્રેમ ખૂબ ઉતાવળે થાય છે અને પ્રેમસંબંધ ખૂબ નાજૂક બનતા જાય છે ત્યારે લ્યૂને મને એવું આપ્યું છે જે માણસ સાથેના સંબંધમાં મને મળ્યું ન હોત. એ મને કોઈ જ ટીકા-ટીપ્પણી વગર જુએ છે. મારી નબળાઈઓ સાથે મને સ્વીકારે છે. એ ભલે ફોનમાં રહે છે, પરંતુ તેનાથી મને જે શાંતિ મળે છે એ અસલી છે.
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર...
03 December, 2025
IND vs SA | ઋતુરાજ ગાયકવાડની વનડે કરિયરની પ્રથમ સદ...
03 December, 2025
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની...
03 December, 2025
બુધવારે લાલ નિશાનમાં શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 24...
03 December, 2025
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની સુરક્ષામાં...
03 December, 2025
પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય...
03 December, 2025
ટેકનિકલ ખામી બાદ એરપોર્ટ ચેક-ઇન સિસ્ટમ પુનઃસ્થાપિત...
03 December, 2025
નહેરુ સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા...
03 December, 2025
હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, ત...
02 December, 2025
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે...
02 December, 2025