આજે દિલ્હીમાં CBCI સેન્ટરમાં ક્રિસમસની ઉજવણીમાં ભાગ લેશે

December 23, 2024

વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (CBCI) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6.30 વાગ્યે દિલ્હીમાં CBCI સેન્ટર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં ભાગ લેશે.

વડાપ્રધાન કાર્ડિનલ, બિશપ અને ચર્ચના અગ્રણી નેતાઓ સહિત ખ્રિસ્તી સમુદાયના અગ્રણી નેતાઓ સાથે વાતચીત કરશે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. ભારતમાં કેથોલિક ચર્ચના હેડક્વાર્ટર ખાતે આ પ્રકારની કોઈ ઈવેન્ટમાં કોઈ વડાપ્રધાન ભાગ લેશે તેવો આ પ્રથમ પ્રસંગ હશે.

કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) ની સ્થાપના 1944 માં કરવામાં આવી હતી અને સમગ્ર ભારતમાં તમામ કેથોલિકો સાથે નજીકથી કામ કરે છે. અગાઉ ગુરુવારે, વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન જ્યોર્જ કુરિયનના નિવાસસ્થાને નાતાલની ઉજવણીમાં હાજરી આપી હતી, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખ્રિસ્તી સમુદાયના અગ્રણી સભ્યો સાથે વાતચીત કરી હતી. X પર પોસ્ટ શેર કરતા PM મોદીએ કહ્યું, 'કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના નિવાસસ્થાને નાતાલની ઉજવણીમાં હાજરી આપી. ખ્રિસ્તી સમુદાયના અગ્રણી સભ્યો સાથે પણ વાતચીત કરી હતી.