બાબા સિદ્દીકીની હત્યાના માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો
June 11, 2025

NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસના માસ્ટરમાઈન્ડ અને કુખ્યાત ગેંગસ્ટર ઝીશાન અખ્તર ઉર્ફે જસ્સી ઉર્ફે યાસીન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો છે. મુંબઈ પોલીસના સૂત્રોએ મંગળવારે રાત્રે પુષ્ટિ કરી હતી કે કેનેડા પોલીસે ઝીશાન અખ્તરને કસ્ટડીમાં લીધો છે. હવે તેને ભારત લાવવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા નુજબ મુંબઈ પોલીસને કેનેડાથી ઈનપુટ મળ્યા છે કે ઝીશાન અખ્તરને ત્યાંના પોલીસ અધિકારીઓ કસ્ટડીમાં લીધો છે. તેના પર બાબા સિદ્દીકીની હત્યા કરવાનો આરોપ છે, જે ગયા વર્ષે 12 ઓક્ટોબર 2024ના મુંબઈના બાંદ્રામાં થઈ હતી. આ ઘટના બાદ ઝીશાન અખ્તર ગાયબ હતો. તેને લાંબા સમયથી પોલિસ શોધી રહી હતી.
પંજાબ પોલીસ મુજબ, ઝીશાન અખ્તર ફેમસ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે. તે પૂણેના ગેંગસ્ટર સૌરભ મહાકાલ સાથે પણ જોડાયેલો છે. સૌરભ જોડેથી મુંબઈ પોલીસને બોલીવુડ એક્ટર સલમાન ખાનના પિતા સલીન ખાનને ધમકીભર્યા મોકલેલા મેસેજ વિશે પણ પૂછપરત કરવામાં આવી હતી. ઝીશાને લોરેન્સની નજીકની વ્યક્તિ વિક્રમ બરાડ઼ના કહેવા પંજાબમાં ડેરા પ્રેમિયોની રેકી કરી હતી.
Related Articles
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો કરાયો
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો...
Jul 14, 2025
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ,...
Jul 10, 2025
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસામે અથડાયા બે પ્લેન, ભારતીય પાયલટ સહિત બેના મોત
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસા...
Jul 10, 2025
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
Trending NEWS

14 July, 2025

14 July, 2025

14 July, 2025

14 July, 2025
14 July, 2025
14 July, 2025
14 July, 2025

14 July, 2025
14 July, 2025

13 July, 2025