બીમારીના બહાને જેલકર્મીઓ પર હુમલો કરી તમિલનાડુની થેની જેલમાંથી 17 કેદીઓ ફરાર, એક ઝડપાયો
October 27, 2026
તમિલનાડુના થેની જિલ્લામાં લોખંડી સુરક્ષા વચ્ચે જેલબ્રેકની ચોંકાવનારી ઘટના બની છે. થેની જેલના એક જ સેલમાં બંધ 17 કેદીઓ જેલ કર્મચારીઓ પર હુમલો કરી ફરાર થઈ ગયા છે. મોડી રાત્રે એક કેદીની તબિયત બગડી હોવાનું બહાનું કાઢીને તેઓએ ષડયંત્ર રચ્યું હતું. માનવતાના ધોરણે જેલકર્મીઓ તપાસ કરવા સેલમાં ગયા કે તરત જ કેદીઓએ હિંસક હુમલો કર્યો હતો. ત્યારબાદ સ્ટાફને બાનમાં લઈને તેઓ જેલની સુરક્ષા તોડીને નાસી છૂટ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.
પોલીસે તુરંત મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરીને ભાગી છૂટેલા 17 કેદીઓમાંથી એકને પકડી લીધો છે. દક્ષિણ ઝોનના IGP વિજયેન્દ્ર બિદારીએ આ વાતની પુષ્ટિ કરી છે. બાકીના 16 કેદીઓને પકડવા માટે તંત્ર દ્વારા 17 સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે, જેઓ વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે.
ફરાર થયેલા કેદીઓમાં લિંગમ, રાજા સિંગંધર, કરુપ્પસામી, સિલમ્બરસન, તિરુપતિ, મેંજીસુંદરમ, સબરી, પોન મુથુ, નિજાંત, કાર્તિક રાજા, મુગિલન, સેલ્વા, તરુણ, રાજકુમાર, પ્રવીણ, મુથુ ઇલંગો અને રાજુવીનનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામના ફોટોગ્રાફ્સ તૈયાર કરી તમામ પોલીસ સ્ટેશનો, હાઈવે પેટ્રોલિંગ ટીમો અને સરહદી ચેકપોસ્ટો પર મોકલી આપ્યા છે.
કેદીઓ બીજા જિલ્લામાં ન ભાગી જાય તે માટે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. ખાસ કરીને ઇડુક્કી, મદુરૈ અને દિંડીગુલ જિલ્લાના પોલીસ તંત્રને હાઈ એલર્ટ પર મુકાયું છે અને 16 સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.
Related Articles
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એ...
Oct 27, 2026
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો ક...
Oct 27, 2026
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો...
Oct 27, 2026
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડના સોદાને લીલી ઝંડી, 82% હથિયારો સ્વદેશી હશે
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડ...
Oct 27, 2026
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ: આંધ્ર-ઓડિશા એલર્ટ પર, સાઉથ કોસ્ટ રેલવેએ 53 ટ્રેનો રદ, વોર રૂમ શરૂ કરી સુરક્ષા વધારી
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ...
Oct 27, 2026
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખાણમાં 200 ફૂટ નીચે 14 મજૂરો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખા...
Oct 27, 2026
Trending NEWS
26 October, 2026
26 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026