જાંબિયામાં 19 કરોડ રોકડ, 4 કરોડના સોના સાથે ભારતીય તસ્કરની ધરપકડ
April 20, 2025

ભારતીય યુવક દુબઈની ફ્લાઈટ પકડવા માટે જાંબિયાના એરપોર્ટે ગયો
તસ્કરીમાં અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામેલ હોવાની શંકા
જાંબિયા- આફ્રિકી દેશ જાંબિયામાં ભારતીય તસ્કરની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 19 કરોડ રોકડ અને ચાર કરોડથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી વ્યક્તિ આ બધો જ સામાન સુટકેસમાં ભરીને દુબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો, જોકે તે દુબઈ પહોંચે તે પહેલા જ જાંબિયા પોલીસે તેને એરપોર્ટ પરથી ઝડપી લીધો છે.
મળતા અહેવાલો મુજબ 27 વર્ષિય ભારતીય યુવક દુબઈની ફ્લાઈટ માટે જાંબિયાના લુસાકા સ્થિત કૈનેથ કોંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં પોલીસને ચેકિંગ દરમિયાન તેના પર શક થયો, ત્યારબાદ જાંબિયાના ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશને તપાસ કરી હતી. ટીમે સૂટકેસ ખોલતા જ તમામના હોંશ ઉડી ગયા હતા. આરોપી વ્યક્તિએ તેની બેગમાં નોટોના બંડલો અને સોનાની ઈંટો છુપાવીને રાખી હતી. આ દરમિયાન પોલીસને 2.32 મિલિયન ડૉલર (19 કરોડ રૂપિયા) રોકડા અને પાંચ લાખ ડૉલર (4 કરોડ રૂપિયા)ની સોનાની 7 ઈંટો મળી હતી. આરોપીએ રબ્બડ બાંધી નોટોના બંડલો બેગમાં મુક્યા હતા, જ્યારે સોનાની ઈંટો પણ તેવી જ રીતે બેગમાં પડી હતી. ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશે કહ્યું કે, આ ગુનામાં અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામેલ હોઈ શકે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ઝામ્બિયામાં સોનું અને તાંબુ મોટી માત્રામાં છે. આમ છતાં, દેશની 60 ટકા વસ્તી ગરીબી છે. આ જ કારણ છે કે, અહીં સોનાની દાણચોરી વારંવાર થાય છે. ઝામ્બિયામાંથી આવો જ કેસ પહેલીવાર નોંધાયો નથી. અગાઉ 2023માં પાંચ ઇજિપ્તીયન નાગરિકો 127 કિલો સોના અને કરોડો રૂપિયા સાથે પકડાયા હતા.
Related Articles
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હ...
Jul 16, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘ...
Jul 16, 2025
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દ...
Jul 16, 2025
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણી લેબલ
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025