કેલિફોર્નિયામાં માર્ગ અકસ્માતમાં તેલંગણાની 2 ભારતીય વિદ્યાર્થિનીનાં મોત

December 30, 2025

કેલિફોર્નિયા: અમેરિકાના કેલિફોર્નિયામાં માર્ગ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થિની જીવલેણ અકસ્માતનો શિકાર બની હતી. આ બંને વિદ્યાર્થિની ભારતના તેલંગાણાની રહેવાસી હતી. અમેરિકામાં થયેલા માર્ગ અકસ્માતમાં આ બંને વિદ્યાર્થિનીના મોત થયાં છે. અકસ્માત અંગે આજે પરિવારજનોએ જાણકારી આપવામાં આવી છે. આ અકસ્માત કેલિફોર્નિયાના બિશપ શહેરમાં થયો હતો, જ્યારે બંનેની ઓળખ મેઘના રાની અને કે ભાવના તરીકે કરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલી એક વિદ્યાર્થિનીનું નામ મેઘના રાની અને ભાવના તરીકે થઈ છે. બંનેની ઉંમર 24 વર્ષની આસપાસ છે. બંને તેલંગણાના મહબૂબાબાદ જિલ્લાના ગરલા અને મુલકાનુર ગામની વતની હતી. મેઘના અને ભાવના ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગઈ હતી. અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા જ જીવલેણ અકસ્માતનો શિકાર બનતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જોકે, અમેરિકન સરકાર દ્વારા હજી આ મામલે કોઈ વિગતો આપવામાં આવી નથી.