ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 1291

March 24, 2023

અમદાવાદ- ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે. જ્યારે 129 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.


અમદાવાદ જિલ્લામાં 80, મોરબી 23, સુરત જિલ્લામાં 25, રાજકોટ જિલ્લામાં 28, વડોદરા જિલ્લામાં 34, અમરેલીમાં 3, મહેસાણામાં 9, કચ્છમાં 5, આણંદમાં 4, વલસાડમાં 4,ભરુચમાં 3, જામનગરમાં 3, ગાંધીનગરમાં 5, પાટણમાં 3, પંચમહાલમાં 2, અરવલ્લી, બનાસકાંઠા,બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એક એક કેસ નોંધાયો છે. 


રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં જ કોરોનાના કારણે ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11050 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1291 એક્ટિવ કેસ છે. 6 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1285 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.04 ટકા થઈ ગયો છે.