7 સદી, 8000 રન... T20માં દિગ્ગજ ભારતીય ક્રિકેટરે IPLમાં સર્જી રેકોર્ડ્સની હારમાળા
May 19, 2025

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં ગઈકાલે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચમાં ગુજરાત ટાઈટન્સે 10 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમના દિગ્ગજ બેટર કેએલ રાહુલે ફરી એકવાર સાબિત કરી દીધુ કે, તે ટી20 ક્રિકેટનો સૌથી વિશ્વસનીય અને ક્લાસિક બેટર છે. રાહુલે આ મેચમાં 60 બોલમાં સદી ફટકારી હતી. આઈપીએલ 2025માં કેએલ રાહુલની આ પાંચમી સદી છે. જ્યારે ટી20 કારકિર્દીમાં સાતમી સદી ફટકારી છે. કેએલ રાહુલના ટી20 ફોર્મેટમાં આક્રમક અંદાજે તેની લોકપ્રિયતા વધારી છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટરમાં કેએલ રાહુલ ત્રીજા ક્રમે છે. જ્યારે વિરાટ કોહલી પહેલાં અને રોહિત શર્મા બીજા ક્રમે છે. કેએલ રાહુલે ટી20 ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે 8000 રન ફટકારવાની સાથે વિશ્વનો ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. રાહુલે માત્ર 224 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે વિરાટ કોહલીએ 243 ઈનિંગ્સમાં અને મોહમ્મદ રિઝવાને 244 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ (213 ઇનિંગ્સ) પ્રથમ સ્થાને છે અને પાકિસ્તાનનો બાબર આઝમ (218 ઇનિંગ્સ) બીજા સ્થાને છે. કેએલ રાહુલે ઘરેલુ ટી20, આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં આ રન ટાર્ગેટ હાંસલ કર્યો છે.
Related Articles
નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત 90 મીટરથી દૂર ફેંક્યો ભાલો, દોહા ડાયમંડ લીગમાં આવ્યો બીજા ક્રમે
નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત 90 મ...
May 17, 2025
'હું નથી ઈચ્છતો કે જસપ્રીત બુમરાહ કેપ્ટન બને...' રવિ શાસ્ત્રીએ કારણ પણ જણાવ્યું
'હું નથી ઈચ્છતો કે જસપ્રીત બુમરાહ કેપ્ટન...
May 17, 2025
વડાપ્રધાન મોદીએ નીરજ ચોપરાની પ્રશંસા કરી, કહ્યું, ભારતને તમારા પર ગર્વ
વડાપ્રધાન મોદીએ નીરજ ચોપરાની પ્રશંસા કરી...
May 17, 2025
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યો કોહલી, આશ્રમમાં ત્રણેક કલાક વિતાવ્યા
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પ્રેમાનં...
May 13, 2025
IPL 2025ની બાકી મેચો માટે પાછા ભારત આવશે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ? બોર્ડે કહ્યું- નિર્ણય લેવા સ્વતંત્ર
IPL 2025ની બાકી મેચો માટે પાછા ભારત આવશે...
May 13, 2025
પાકિસ્તાન પર કાર્યવાહી અંગેની વાત કરી રહી હતી સેના, અચાનક કોહલીનું નામ કેમ લેવાયું
પાકિસ્તાન પર કાર્યવાહી અંગેની વાત કરી રહ...
May 12, 2025