ઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતાં 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
December 30, 2025
ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાંના અહેવાલ છે. આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર, આ દુર્ઘટના મંગળવારે (30મી ડિસેમ્બર) સવારે ભીકિયાસૈન-રામનગર માર્ગ પર આવેલા શિલાપાની પાસે સર્જાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિલાપાની પાસે ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ સીધી ઊંડી ખીણમાં જઈ પડી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એસડીઆરએફ (SDRF)ની ટીમને જાણ કરી હતી. અત્યાર સુધીમાં સાત મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે.
બસમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને ખીણમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને અન્ય કોઈ મુસાફરો દબાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026