અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતોના CCTV મળ્યા
May 24, 2026
અમદાવાદ : અમદાવાદના ગાંધી રોડ સ્થિત બેંક ઓફ બરોડામાં આવેલી RBIની કરન્સી ચેસ્ટમાંથી રૂપિયા 8.70 કરોડની ચોરીના કેસમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. જેમાં રાતોરાત અમીર બનીને વિલાસી જીવન જીવવાની લાલચમાં બેંકના જ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયારે આ ગુનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તાજેતરમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં બેંકનો કસ્ટોડિયન ભંગારના ખોખાની આડમાં કરોડો રૂપિયાની રકમ બેંકની બહાર લઈ જતો સ્પષ્ટપણે જોવા મળે છે. પોલીસ તપાસમાં મુજબ, 13 જાન્યુઆરી 2026 ની રાત્રે આરોપીએ સુલતાન અને ઝુલ્ફીકાર નામના બે સાગરીતોની મદદથી આરોપીએ કાવતરું પાર પાડ્યું હતું.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, આરોપીએ સિક્યુરિટી સ્ટાફને 'ભંગાર વેચવાનો છે' તેવું બહાનું આપીને ગેરમાર્ગે દોર્યા હતા અને ચલણી નોટોથી ભરેલા ખોખા બેંકની બહાર કાઢ્યા હતા. આ ફૂટેજના આધારે પોલીસે કસ્ટોડિયનને મદદ કરનાર બંને સાથીઓની પણ અટકાયત કરી લીધી છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. RBIના રૂ.8.70 કરોડની માતબર ચોરીમાંથી પોલીસે મુખ્ય આરોપી પાસેથી રૂ.2.20 કરોડ અને અન્ય બે આરોપીઓ પાસેથી આશરે 40 થી 50 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. હરસિદ્ધે ચોરીની રકમમાંથી 2 કરોડનો બંગલો, રૂ.1.40 કરોડની દુકાન અને 15 લાખનો છોટા હાથી ટેમ્પો ખરીદ્યો હતો. આટલું જ નહીં, તેણે પોતાની સહકર્મી વૈશાલીને મકાન માટે 23 લાખ રૂપિયા આપ્યા હતા અને 1 કરોડથી વધુનું રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં પણ કર્યું હતું. આ કૌભાંડમાં બેંકના અન્ય કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ, તે જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026