રાજસ્થાનના પોખરણમાં સેનાની 3 મિસાઇલ મિસફાયર, 2નો કાટમાળ મળ્યો

March 25, 2023

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં શુક્રવારે ભારતીય સેનાની કવાયત ચાલી રહી હતી. આ દરમિયાન મિસફાયરને કારણે જેસલમેરમાં અલગ-અલગ જગ્યાએ ત્રણ સરફેસ ટુ એર મિસાઈલ પડી હતી. આમાંથી બેનો કાટમાળ અત્યાર સુધી સેનાને મળ્યો છે. મિસાઈલના કાટમાળની શોધ હજુ ચાલી રહી છે. આના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

 પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં સેનાનો અભ્યાસ ચાલી રહ્યો હતો. તે જ સમયે, જમીનથી હવામાં ત્રણ મિસાઇલો છોડવામાં આવી હતી. મિસફાયરને કારણે ત્રણેય મિસાઇલો આકાશમાં વિસ્ફોટ થઈ હતી. આ મિસાઇલો ફિલ્ડ ફાયરિંગ રેન્જની બહાર પડી હતી.

આમાંથી એક મિસાઇલનો કાટમાળ ફિલ્ડ ફાયરિંગ રેન્જની બહાર અજાસર ગામ પાસેના એક ખેતરમાં મળી આવ્યો હતો. બીજી મિસાઈલનો કાટમાળ સત્યાય ગામથી દૂર એક નિર્જન વિસ્તારમાંથી મળી આવ્યો હતો. મિસાઈલોના મિસ ફાયરને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.કારણ કે આ મિસાઈલોનો કાટમાળ નિર્જન વિસ્તારોમાં પડ્યો હતો.ત્રીજી મિસાઈલની શોધ હજુ ચાલુ છે.