ક્રિકેટ ચાહકો માટે મોટો ઝટકો, કોહલીને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરાય તેવી શક્યતા

March 12, 2024

BCCAએ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની પિચ સ્લો હોવાનું આપ્યું છે કારણ : સુત્રો

BCCI આ T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને સામેલ કરવાના પક્ષમાં નથી: સુત્રો

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં છેલ્લા કેટલાક વર્ષોથી વર્લ્ડ કપ જીતી શકી નથી. ભારતે છેલ્લે 2011માં વર્લ્ડ કપ (ICC વર્લ્ડ કપ) જીત્યો હતો. ભારતીય ટીમ એમએસ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્માની કેપ્ટનશીપ સાથે વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરી, પરંતુ વર્લ્ડ કપ જીતી શકી નથી. ધોનીએ તો નિવૃત્તિ પણ લીધી છે અને વિરાટ કોહલીએ કેપ્ટનશિપ ગુમાવી ચુક્યા છે. પરંતુ રોહિત શર્મા પાસે કેપ્ટનશીપ હોવાથી તેની પાસે હજુ પણ વર્લ્ડ કપ જીતવાની તક છે. અને રોહિત પણ આ વર્લ્ડ કપ જીતવા માટે સખત મહેનત કરી રહ્યો છે, પરંતુ સુત્રો દ્વારા હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.


ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલી સૌથી બેસ્ટ પ્લેયર છે, અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે સાબિત પણ કરી બતાવ્યું છે. ભારતને વર્લ્ડ કપ 2023માં ફાઈનલ સુધી પહોંચાડવામાં પણ કોહલીની મોટી ભૂમિકા રહી હતી. પરંતુ હવે સુત્રો દ્વારા ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.  આ સમાચાર વિરાટ કોહલીના ચાહકો માટે મોટો ઝટકો આપી શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે BCCI આ વર્ષે જૂનમાં યોજાનારી T20 વર્લ્ડ કપની ટીમમાં વિરાટ કોહલીને સામેલ કરવાના પક્ષમાં નથી. સુત્રોના કહેવા પ્રમાણે એવી વાત પણ સામે આવી છે કે કોહલીને ટીમમાંથી બહાર રહેવા માટે તેને મનાવવાની જવાબદારી અજીત અગરકરને સોપવામાં આવી છે.