ઉત્તરાખંડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની બસ પલટી, 3ને ગંભીર ઈજા, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો

June 12, 2025

ઉત્તરાખંડના ટિહરી-ઘંસાલી રોડ પર કેદારનાથ જઈ રહેલા ગુજરાતના 33 શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલટી હતી. આ અકસ્માતમાં 15 શ્રદ્ધાળુઓને સામાન્ય ઈજા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. તેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ઉત્તરાખંડના નવા ટિહરી-ઘંસાલી મોટર રોડ પર ટિપરીથી લગભગ 1.5 કિ.મી આગળ ગુજરાતના 33 શ્રદ્ધાળુઓ ભરેલી બસચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રસ્તા પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળક સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.