આજે 7 રાજ્યોની 13 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી, NDA અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે ટક્કર
July 10, 2024

નવી દિલ્હી: દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર શાંતિપૂર્ણ અને ન્યાયી પેટાચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. અનેક કારણોસર પેટાચૂંટણી યોજાઈ રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઘણા ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ તેમની વિધાનસભા બેઠકો ખાલી પડી હતી.
દિગ્ગજો જેમના ભાવિનો થશે ફેંસલો: લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર સહિત અનેક દિગ્ગજો અને કેટલાક નવા ચહેરાઓ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
13 વિધાનસભા બેઠકોમાં પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગદા અને માણિકતલા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની જલંધર પશ્ચિમ, હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર-નાલાગઢ, બિહારની રૂપૌલી, તમિલનાડુની વિક્રવંડી અને મધ્ય પ્રદેશની અમરવાડાનો સમાવેશ થાય છે.
Related Articles
વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, 20 ફૂટ હિસ્સો ધસી પડતાં 8ના મોત
વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં...
Apr 30, 2025
AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસાયા, 2000 કરોડના કૌભાંડમાં નામ સંડોવાયું
AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસા...
Apr 30, 2025
પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ બનાવાયા, CCSની બેઠકમાં નિર્ણય
પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને રાષ્ટ્રીય સુ...
Apr 30, 2025
ભારતની એક ધમકીથી પાકિસ્તાનીઓમાં સળવળાટ, હવે સિંધુ મામલે ઈન્ટરનેશનલ કોર્ટમાં જશે
ભારતની એક ધમકીથી પાકિસ્તાનીઓમાં સળવળાટ,...
Apr 30, 2025
ઓટાવામાં ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થિની વંશિકા સૈનીનો મૃતદેહ મળ્યો, તપાસ શરૂ
ઓટાવામાં ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થિની વ...
Apr 30, 2025
દિલ્હીમાં 'સુપર કેબિનેટ' બેઠક યોજાઈ : નરેન્દ્ર મોદી , CCS, CCPAની મીટિંગમાં હાજર
દિલ્હીમાં 'સુપર કેબિનેટ' બેઠક યોજાઈ : નર...
Apr 30, 2025
Trending NEWS

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025