ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અંગે ગાવસ્કર અને ગિલેસ્પી વચ્ચે છંછેડાયું શાબ્દિક યુદ્ધ

March 08, 2025

ચેમ્પિયન્સ ટ્રોફીના મેજબાન દેશ પાકિસ્તાનની સફર ટુર્નામેન્ટમાં અમુક દિવસોની અંદર ખતમ થઈ ગઈ. તે બાદથી પાકિસ્તાન ટીમે પોતાના જ દિગ્ગજોથી ટીકા વેઠવી પડી રહી છે. આઈસીસી ટુર્નામેન્ટોમાં તમામ ફોર્મેટમાં પાકિસ્તાનનું પ્રદર્શન દોયમ દરજ્જાનું રહ્યું છે. તેમ છતાં પાકિસ્તાની ટીમના પૂર્વ હેડ કોચ જેસન ગિલેસ્પીનું માનવું છે કે જો યોગ્ય ખેલાડીઓને પસંદ કરવામાં આવે અને તેમનો સપોર્ટ કરવામાં આવે તો તે કોઈ પણ ટીમને હરાવવામાં સક્ષમ છે. જેસન ગિલેસ્પીએ ભારત vs પાકિસ્તાન મેચોમાં કોમ્પિટીશનની અછત પર મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરની કમેન્ટ્સ પર નિરાશા વ્યક્ત કરી છે. ગાવસ્કરે તાજેતરમાં જ દાવો કર્યો હતો કે દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચમાં મોહમ્મદ રિજવાનની અધ્યક્ષતાવાળી ટીમની હાર બાદ બીજી કે ત્રીજી શ્રેણીની ભારતીય ટીમ પાકિસ્તાનની વર્તમાન વનડે ટીમ માટે જોખમ બની શકે છે. ગિલેસ્પીએ પાકિસ્તાન પત્રકાર સાજ સાદિક દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કહ્યું, 'હું આ નિવેદનબાજીથી સંમત નથી. મે સુનીલ ગાવસ્કરની અમુક કમેન્ટ્સ જોઈ જેમાં તેમણે કહ્યું હતું કે ભારતની બી ટીમ કે ભારતની સી ટીમ પાકિસ્તાનની ટીમને હરાવશે. આ બકવાસ છે, સંપૂર્ણરીતે બકવાસ છે જો પાકિસ્તાન યોગ્ય ખેલાડીઓને પસંદ કરે છે અને તેમને ચમકવા, શીખવા અને પોતાની રમતને ડેવલપ કરવાનો સમય આપે છે, તો તે કોઈને પણ હરાવી શકે છે. મને આ વિશે કોઈ શંકા નથી.' ગિલેસ્પીએ કહ્યું, 'પાકિસ્તાની ખેલાડી પ્રતિભાશાળી છે. તમારે બસ યોગ્ય પ્રકારની પ્રતિભા પસંદ કરવાની છે. તમારે તેનું સમર્થન કરવું પડશે અને તેમની સાથે ધીરજ રાખવી પડશે. મારા મતે પાકિસ્તાન ક્રિકેટમાં ધીરજની ઉણપ છે.'  પૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરે કહ્યું, 'જો PCB એક બોર્ડ તરીકે ફેરફાર ઈચ્છે છે અને યોગ્ય રિઝલ્ટ મેળવવા ઈચ્છે છે તો તેમને યોગ્ય લોકો અને યોગ્ય સિલેક્શન પેનલની જરૂર છે અને ખેલાડીઓએ પોતાનું કામ કરવા માટે સમય આપવો પડશે. જો તમે એક નવો કોચ નિમણૂક કરી રહ્યાં છો તો તેને કંઈ સાર્થક કરવાની તક આપો. તેમને સમય આપો નહીંતર રિઝલ્ટ તે જ રહેશે.'