પુણેમાં મોટો અકસ્માત, ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડ્યા, 3ના મોત
December 23, 2024
પુણે: મહારાષ્ટ્રના પુણેથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. અહીં એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલ થયેલા લોકોમાંથી ત્રણની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ આ ઘટના પુણેના વાઘોલીના કેસનંદ ફાટામાં સવારે 1 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતનો ભોગ બનેલા તમામ મજૂરો હતા અને ફૂટપાથ પર સૂતા હતા. તે સમયે એક ઝડપી ડમ્પરે અનેક લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ડમ્પર ચાલક નશાની હાલતમાં હતો. ઘાયલોને સારવાર માટે સાસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Related Articles
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક, દિલ્હી હાઈકોર્ટે પત્નીની માંગને ફગાવી
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક,...
Jul 19, 2026
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં 8ના મોત
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં...
Jul 19, 2026
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક બોલાવી
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ...
Jul 19, 2026
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વ...
Jul 18, 2026
આંધ્રપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં કોરોનાનું પુનરાગમન : પુણે શહેરમાં સૌથી વધુ કેસ
આંધ્રપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં કોરોના...
Jul 18, 2026
21.14 કરોડના નવા કોપ્પલ રેલવે સ્ટેશનમાં પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન પહેલાં જ પાણીનું લીકેજ, બાંધકામની ગુણવત્તા પર સવાલ
21.14 કરોડના નવા કોપ્પલ રેલવે સ્ટેશનમાં...
Jul 18, 2026
Trending NEWS
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026