મહેસાણાના જાસલપુરમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસતાં 9 શ્રમિકો દટાયાં, 7નાં મૃતદેહ મળ્યાં

October 12, 2024

મહેસાણાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કડીના જાસલપુર ખાતે ભેખડ ધસતાં 9 શ્રમિકો દટાઈ ગયાની માહિતી મળી હતી. જેમાં 7 લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય મજૂરોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કડી તાલુકાના જાસલપુરમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 9 જેટલા શ્રમિકો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં મળી માહિતી અનુસાર 7 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય શ્રમિકોનું રેસ્ક્યું કરવા માટે જેસીબી મદદ લેવામાં આવી  છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હજુ પણ મૃતકાંક વધી શકે છે. બચાવ અને રાહત કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. માહિતી અનુસાર કડીના જાસલપુરમાં આવેલી એક ખાનગી સ્ટીલ કંપનીમાં આ ઘટના બની હતી. ત્યાં કંપનીમાં બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ માટીની ભેખડો ધસી હતી અને મજૂરો દટાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. અહેવાલ અનુસાર કુલ 9 મજૂરો તેમાં દટાયા હતા. જેમાંથી સાતના મૃતદેહો કાઢી લેવામાં આવ્યા છે. મૃતદેહો કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે.