તુર્કેઈથી ભારત આવી રહેલા જહાજનું ઈઝરાયેલના લાલ સાગરમાં અપરહરણ, હૂતી વિદ્રોહીની કરતુત

November 20, 2023

ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે હવે યમનના હૂતી વિદ્રોહીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. સાઉદી અરેબિયાના મીડિયાના રિપોર્ટ મુજબ યમનના હૂતી વિદ્રોહિઓએ આજે લાલ સાગરમાં એક જહાજનું અપહરણ કર્યું છે, જેમાં 22 ક્રુ મેમ્બરો છે. અહેવાલો મુજબ આ જહાજ ઇઝરાયેલનું છે. જોકે આ મામલે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, હૂતી વિદ્રોહિઓ દ્વારા અપહરણ કરાયેલ જહાજ અમારું નહીં, તૂર્કેઈનું છે.ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે ટ્વિટ કરીને જણાવ્યું કે, દક્ષિણ લાલ સાગરમાં યમન પાસે હૂતીઓ દ્વારા કાર્ગો શિપનું અપહરણ એ ગંભીર ઘટના છે. આ એક એવું જહાજ છે, જેમાં એકપણ ઈઝરાયેલી નથી. આ જહાજ આંતરરાષ્ટ્રીય નાગરિકો લઈને તુર્કેઈથી ભારત જઈ રહ્યું હતું. રિપોર્ટ મુજબ આ જહાજનું નામ ગેલેક્સી લીડર છે. યમનના હૂતી વિદ્રોહિઓએ રવિવારે ઈઝરાયેલી જહાજ અંગે ધમકી આપી હતી. રિપોર્ટ મુજબ હૂતી વિદ્રોહિઓએ ઈઝરાયેલી કંપનીની માલિકીની તેમજ તેમના દ્વારા ચલાવાલા જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી હતી. ઉપરાંત હૂતી વિદ્રોહિઓએ ધમકી આપતા કહ્યું હતું કે, જે જહાજ પર ઈઝરાયેલનો ઝંડો હશે, તેને આગ ચાંપી દેવાશે. હૂતી વિદ્રોહિઓના પ્રવક્તાએ તમામ દેશોને આવા જહાજો કામ કરતા લોકોને પોતાની પાસે બોલાવવા કહ્યું હતું.