સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTS ની રેલિંગ કૂદીને જતો યુવક બાઇક સાથે અથડાયો, બંનેના મોત
October 08, 2024
હાલ ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે સુરતથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતના સરથાણામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં બીઆરટીએસ રૂટની રેલિંગ કૂદીને જઇ રહેલો યુવક બાઇક ચાલક સાથે ટકરાતાં બંનેના મોત નિપજ્યું હતા. આ ઘટનાના મામલે બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણામાં બીઆરટીસ રૂટની રેલિંગ કૂદીને સામે તરફ જઇ રહેલો યુવક બાઇક સવાર સાથે ટકરાયો હતો. જેથી બાઇક સવારે કાબૂ ગુમાવ્યો હતો અને બંને જણા જમીન પર પટકાયા હતા. જેથી આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રેલિંગ કૂદનાર યુવકની ઓળખ દિનેશ રાણા (ઉ.વ.38) તરીકે થઇ છે.
પોલીસ તપાસ મુજબ દિનેશ રાણા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે, તેની ચા હોટલ હતી. સુરતમાં પોતાની પત્ની અને દિકરી સાથે રહેતો હતો. જ્યારે બાઇક ચાલકની ઓળખ સાહિત વસાવા તરીકે થઇ છે, જે સાડીના કારખાનામાં કામ કરતો હતો. સાહિલ વસાવા માતા-પિતા સાથે બરડીપાડામાં રહે હતો. આ મામલે બંનેના પરિવાજનોએ સામસામે એકબીજાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસ તપાસનો દૌર શરૂ કર્યો છે.
Related Articles
ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉ.ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ
ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી...
Feb 18, 2026
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયામાંથી ૨૦૩ કિલો ડ્રગ્સ સાથે બે ઈરાનીને ઝડપી પાડ્યા
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિ...
Feb 18, 2026
અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર
અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા...
Feb 17, 2026
આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને
આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશ...
Feb 15, 2026
સમાજ સાથે અન્યાય કરશે તો પાર્ટી છોડી દઈશ ઃ ચૂંટણી પહેલાં અનંત પટેલનો હુંકાર
સમાજ સાથે અન્યાય કરશે તો પાર્ટી છોડી દઈશ...
Feb 15, 2026
અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય
અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ:...
Feb 09, 2026
Trending NEWS
18 February, 2026
18 February, 2026
18 February, 2026
18 February, 2026
18 February, 2026
17 February, 2026
17 February, 2026
17 February, 2026
17 February, 2026
17 February, 2026