ઉંચા ખોરડાની મહિલાએ પુત્રના મિત્ર સાથે ખેલ્યો પ્રણયફાગ, માણ્યું શરીરસુખ
March 22, 2023

અમદાવાદ: આજના સમયમાં મહિલાઓ સાથે શારીરિક ત્રાસના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના એલિસબ્રિજમાંથી એક ખળભળાટ મચાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘોર કળિયુગમાં એક માતાને પોતાના દીકરાની ઉંમરના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ત્યારબાદ તેની સાથે હોટલ અને ઘરમાં શરીરસુખ માણ્યું હતું. મહિલાને પોતાના પતિ સાથે બનતું નહોતું, જેના કારણે મહિલા બહાર પ્રેમ શોધવા નીકળી હતી, પરંતુ પ્રેમમાં અંધ બનેલી મહિલાને ખબર નહોતી કે તેમાં તેનું સ્વર્સ્વ દાવ પર લાગી જશે. હાલ તો આ સમગ્ર ઘટના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે. ત્યારબાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં એક 43 વર્ષીય મહિલા તેના પુત્ર અને પતિ સાથે રહે છે. પરંતુ પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ નહોતા, જેના કારણે ઘરમાં ઝઘડા થતા રહેતા હતા. આ સમયગાળા દરમિયાન પુત્રના મિત્ર સાથે મહિલાની ઓળખાણ થઈ હતી. ઘરમાં પ્રેમ ન મળવાના કારણે બહાર પ્રેમ શોધતી મહિલા આ યુવકને હૈયે આપી બેસી હતી. અને પછી શરૂ થયો લવ-સેક્સ અને ધોખા... તમને જણાવી દઈએ કે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં 43 વર્ષીય મહિલાનો પતિ વેપારી છે, જ્યારે મહિલા પણ વેપાર કરે છે.
મહિલા જે સ્થળે વેપાર કરતી હતી, ત્યાં અવારનવાર પુત્રનો મિત્ર આવતો હતો અને મહિલા સાથે મીઠી મીઠી વાતો થતી હતી. આ સમયગાળા દરમિયાન બન્ને વચ્ચેની દોસ્તી પ્રેમમાં પરવર્તિત થઈ અને મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ત્યારબાદ મહિલા અને પોતાના પુત્રની ઉંમરના પ્રેમી સાથે મોબાઈલમાં મેસેજ અને કોલથી વાતો થવા લાગી હતી. આ દરમિયાન મહિલાએ પોતાની જિંદગીની ખાનગી વાતો અને ઘરની સ્થિતિ વિશે વાતચીત કરી હતી. બીજી બાજુ યુવક પણ તેને દરેક વાતમાં સાથ આપતો અને મદદ કરતો હતો, જેથી મહિલાને આ બધું ગમવા લાગ્યું હતું.
આ સમયગાળા દરમિયાન ઉંચા ખોરડાની મહિલા યુવકના પ્રેમમાં પડી હતી. બીજી બાજુ યુવકે પણ લગ્નની મીઠી મીઠી વાતો કરી હતી અને કહ્યું હતું કે હું તમને ખુશ રાખીશ. આ સમયગાળામાં મહિલા એકલી હોવાથી યુવક સાથે પ્રેમસંબધ રાખવા માટે હા પાડી દીધી હતી. ત્યારબાદ સમય વિતતા ગત જાન્યુઆરી મહિનામાં યુવકે પાલડી ચાર રસ્તા પાસે આવેલી એક હોટલમાં મળવા બોલાવી હતી. જેથી પ્રેમમાં આંધળી બનેલી મહિલા ત્યાં પહોંચી ગઇ હતી અને બંને જણાએ શરીરસુખ માણ્યું હતું.
Related Articles
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનોનું કમકમાટી ભર્યું મોત
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનો...
May 30, 2023
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજન...
May 30, 2023
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર...
May 30, 2023
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટા વચ્ચે ભારે પવન ફુંકાતા અનેક મકાનોના પતરાં ઉડ્યા
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટ...
May 30, 2023
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહીં પંજાબથી વાયા દિલ્હીનો રસ્તો ખૂલ્યો,
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહી...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023