AAPએ MLA ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપ
June 26, 2025

બોટાદ : બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યા બાદ પાર્ટીએ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. પાર્ટીએ પક્ષવિરોધી ગતિવિધિનો આરોપ લગાવ્યો છે. આ અંગે ઇસુદાન ગઢવીએ સત્તાવાર જાહેરાત કરી હતી.
બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી સામે બાંયો ચડાવતાં આજે (ગુરૂવારે) દંડક અને જોઇન્ટ સેક્રેટરી સહિતના તમામ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પાર્ટીએ કડક કાર્યવાહી કરતાં ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરતાં કર્યા છે અને પાર્ટી પક્ષવિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા ઓબીસી સમાજ અને પછાત વર્ગના નેતાઓનો ચૂંટણીમાં માત્ર ઉપયોગ થાય છે અને ચૂંટણી બાદ તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે.
કોંગ્રેસ છેલ્લા વર્ષોથી સત્તાથી દૂર છે તેમછતાં પછાત સમાજનો અવાજ બની શકી નથી. હું જ્યારે આપમાં અલગ અલગ હોદ્દાઓ પર હતો ત્યારે મને ખુદ અહેસાસ થઇ રહ્યો છે કે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાના હોય છે ત્યારે પાર્ટી તરફથી ઉણપ જોવા મળે છે. હોદ્દા આપવાની વાત આવે ત્યારે સવર્ણ સમાજને હોદ્દા આપવામાં આવે છે. ચૂંટણી ટાણે ઓબીસીનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે. ચૂંટણી પૂરી થઇ ગયા બાદ હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે.
મેં જે ઉદ્દેશ્યથી આમ આદમી પાર્ટી જોઇન કરી હતી તેમાં મને ક્યાંકને ક્યાંક ઉણપ જણાઇ રહી છે. ત્યારે વિધાનસભાના દંડક તરીકેની જવાબદારી હતી, જેથી રાજ્યના જોઇન્ટ સેક્રેટરી અને દંડક પદેથી રાજીનામું આપુ છું. મેં અરવિંદ કેજરીવાલને વોટ્સએપ કરી દીધું છે અને અપીલ કરી છે કે મને પાર્ટીના દરેક પદ પરથી જવાબદારીમાંથી મુક્ત કરે અને મારી જગ્યાએ કોઇ સારા વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે.
Related Articles
'ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માગે છે,' નાગપુર હિંસા મુદ્દે પક્ષ-વિપક્ષ આમને-સામને
'ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા મ...
Mar 18, 2025
‘AAP’ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી નહીં લડે
‘AAP’ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચ...
Oct 18, 2024
Trending NEWS

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

07 September, 2025

07 September, 2025

07 September, 2025