નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં... મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી
October 29, 2025
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો મતદારોને રિઝવવામાં લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે મુઝફ્ફરપુરમાં એક જંગી સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજે બિહારના યુવાનો પાસે પોતાના જ રાજ્યમાં કોઈ ભવિષ્ય બચ્યું નથી. બિહારીઓનું ભવિષ્ય બિહારમાં નથી, આ જ સત્ય છે. નીતિશ કુમાર છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે, પોતાને અત્યંત પછાત ગણાવે છે. તો પછી તમે કહો કે, તેમણે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટે શું કર્યું?’
તેમણે જનતાને સવાલ કર્યો કે, ‘શું લોકો એવા રાજ્યમાં રહેવા માંગે છે, જ્યાં શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી પાયાની સુવિધાઓ ન મળે? કોંગ્રેસ અને અમારા સાથી પક્ષો એવા બિહારની કલ્પના કરે છે, જ્યાં દરેક યુવાનને રોજગાર મળે અને દરેક પરિવારને બહેતર શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ મળે.’
મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘નીતિશ કુમાર માત્ર ચહેરો છે, પરંતુ સત્તાનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે. તમે એવું ન વિચારો કે, ત્યાં પછાત અને દલિતોનો અવાજ સાંભળવામાં આવે છે. ત્યાં ત્રણ-ચાર લોકો બધુ કંટ્રોલ કરે છે. ભાજપ પાસે રિમોટ છે અને તેમને સામાજિક ન્યાય સાથે કોઈ લેવાદેવા નથી.’
Related Articles
ચૂંટણી પંચની મોટી જાહેરાત: દેશના 12 રાજ્યોમાં શરૂ થશે SIRનો બીજો તબક્કો
ચૂંટણી પંચની મોટી જાહેરાત: દેશના 12 રાજ્...
Oct 27, 2025
AAPએ MLA ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપ
AAPએ MLA ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પે...
Jun 26, 2025
'ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માગે છે,' નાગપુર હિંસા મુદ્દે પક્ષ-વિપક્ષ આમને-સામને
'ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા મ...
Mar 18, 2025
‘AAP’ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી નહીં લડે
‘AAP’ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચ...
Oct 18, 2024
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025