અભિનેત્રી નરગિસ ફખરીની બહેન ફસાઈ, EX બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને સળગાવીને મારી નાખ્યાનો આરોપ

December 03, 2024

ફિલ્મ 'રોકસ્ટાર'માં રણબીર કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરીની બહેનને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેની બહેન પર પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. અહેવાલ અનુસાર ન્યૂયોર્ક પોલીસે નરગીસની બહેન આલિયાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. જોકે આ સમાચાર બહાર આવતાની સાથે જ ચાહકો ચિંતામાં મૂકાયા હતા. માહિતી મુજબ નરગીસ ફખરીની બહેન આલિયા ફખરી તેના એક્સ બોયફ્રેન્ડ સાથે પેચઅપ કરવા માંગતી હતી. પરંતુ તેના એક્સ બોયફ્રેન્ડ એડવર્ડ જેકોબ્સે ફરીથી સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. જેનાથી ગુસ્સે થઈને નરગીસની બહેને તેના પૂર્વ બોયફ્રેન્ડ અને તેની વર્તમાન ગર્લફ્રેન્ડ એટીનીની હત્યા કરી નાખી.આ સમગ્ર મામલે ફરિયાદીનું કહેવું છે કે બોલિવૂડ એક્ટ્રેસ નરગીસની બહેને ન્યૂયોર્કમાં તેના પૂર્વ બોયફ્રેન્ડના ઘરના ગેરેજમાં આગ લગાવી દીધી હતી. આ આગમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસે નરગીસની બહેનને કસ્ટડીમાં લીધી છે. પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે.