રાહુલ ગાંધી બાદ હવે સંજય રાઉતનો વારો, વિશેષાધિકાર ભંગના પ્રસ્તાવ પર નોટિસ

March 25, 2023

કોલ્હાપુર- કેન્દ્રમાં રાહુલ ગાંધીની સદસ્યતા બાદ જે રાજકીય ઉથલપાથલ શરુ થયેલી જોવા મળી રહી છે તેમાં હજુ પણ ઘણા વણાંકો બાકી છે, એવામાં મહારાષ્ટ્રમાંથી સમાચાર મળી રહ્યા છે કે અહીં વિશેષાધિકાર ભંગના પ્રસ્તાવ પર નોટિસને લઈને સંજય રાઉત વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. અહેવાલ અનુસાર, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આજે માહિતી આપી છે કે સંજય રાઉત વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવ સંજય રાઉતની તે વિવાદાસ્પદ ટિપ્પણીથી સંબંધિત છે. જેમાં તેમણે વિધાન પરિષદને ચોર મંડળ તરીકે ઓળખાવ્યું હતું. જો કે, રાઉતે પાછળથી તેમની સ્પષ્ટતામાં કહ્યું કે, તેમણે આવી ટિપ્પણી માત્ર શિંદે જૂથ માટે કરી હતી.


સંજય રાઉતે તેમના કોલ્હાપુર પ્રવાસ દરમિયાન 1 માર્ચે એક વાતમાં વિધાનસભાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વિધાનસભા નથી, પરંતુ 'ચોરમંડળી' છે. આ પછી ધારાસભ્ય અતુલ ભાટખાલકરે તેમની સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવાની માંગ કરી હતી. તેમના પર મહારાષ્ટ્ર વિધાનસભા, મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓનું અપમાન કરવાનો આરોપ હતો. તે જ દિવસે રાઉત વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ મોકલવામાં આવી હતી.