Breaking News :
'નામોનિશાન મિટાવી દઈશું..', અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરકસરના પગલાં: મંત્રીઓ-અધિકારીઓના પ્રવાસ પર કાપ સહિત 11 નિયમો જાહેર ઇ-ફાર્મસીના વિરોધમાં આજે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાળ, દેશભરમાં 15 લાખથી વધુ દવાની દુકાનો બંધ રહેશે પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો: 'આગામી દિવસોમાં કેન્દ્રમાંથી પણ ભાજપ સરકાર હટી જશે' એમએ ઇતિહાસની પરીક્ષામાં બ્રાહ્મણવાદી પિતૃસત્તા અંગે સવાલ પૂછાતા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભારે હોબાળો ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકાથી સેન્સેક્સ-નિફ્ટી, સોના-ચાંદીમાં કડાકો, રૂપિયો 96.89ના ઐતિહાસિક તળિયે, ક્રૂડ ઓઇલ 110$ને પાર

પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો: 'આગામી દિવસોમાં કેન્દ્રમાંથી પણ ભાજપ સરકાર હટી જશે'

May 20, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટી સામે 207 બેઠકોની તુલનામાં માત્ર 80 બેઠકો પર સીમિત થઈને સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ ભાજપ પર જોરદાર રાજકીય પ્રહાર કર્યો છે.

19 મેના રોજ કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને પક્ષના ધારાસભ્યોની બેઠકને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે આવનારા દિવસોમાં ભાજપ સરકારને દિલ્હીની સત્તા પરથી પણ હટાવી દેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે બંગાળમાં ભલે તેમની પાર્ટીનું 15 વર્ષનું શાસન ખતમ થયું હોય, પરંતુ ભાજપ સામે તેમની લડાઈ અટકશે નહીં. નોંધનીય છે કે ચૂંટણી પછીની કથિત હિંસા વિરુદ્ધ મમતા બેનર્જી પોતે વકીલના ડ્રેસમાં કોર્ટ પહોંચ્યા હતા.

મમતા બેનર્જીએ વર્તમાન શુભેન્દુ અધિકારી સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણી પરિણામો બાદ રાજ્યમાં લઘુમતી સમુદાયો અને રસ્તા કિનારે દુકાન લગાવતા ગરીબ હોકર્સને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી પછીની હિંસાના નામે હોકર્સની દુકાનો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે.

આ બુલડોઝર સંસ્કૃતિ અને તાનાશાહી વિરુદ્ધ પાર્ટી દ્વારા 21 મે 2026થી કોલકાતાના બાલીગંજ, હાવડા જંક્શન અને સિયાલદહ રેલવે સ્ટેશનની આસપાસ મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે. પાર્ટીને આશા છે કે આ જનઆંદોલન દેશભરમાં ભાજપ વિરુદ્ધ મોટું વાતાવરણ તૈયાર કરશે.