ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકાથી સેન્સેક્સ-નિફ્ટી, સોના-ચાંદીમાં કડાકો, રૂપિયો 96.89ના ઐતિહાસિક તળિયે, ક્રૂડ ઓઇલ 110$ને પાર
May 20, 2026
ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર યુદ્ધ ભડકવાની આશંકાઓ અને ટ્રમ્પની ધમકીઓ વચ્ચે વિશ્વભરમાં મોટા પાયે ઇંધણ સંકટની સ્થિતિ સર્જાવાની શક્યતા ઊભી થઈ છે. લાંબા સમયથી આર્થિક સંઘર્ષ કરી રહેલા અનેક દેશો સામે આના કારણે મોટા પડકારો આવી રહ્યા છે, જેના લીધે કરન્સીના મૂલ્યમાં ઘટાડો અને મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર હેઠળ આજે સ્થાનિક શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટી સહિત સોના-ચાંદીમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે બીજી બાજુ ક્રૂડ ઓઇલની કિંમતો 110$ને પાર પહોંચી ગઈ હતી અને ડૉલર સામે ભારતીય રૂપિયો 96.89ના તળિયે સરકી ગયો હતો.
આજે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 671 પોઇન્ટનો મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ અગાઉના 75200.85ના ક્લોઝિંગ સામે આજે 74529.41 પર ખુલ્યો હતો. તેવી જ રીતે, નિફ્ટી પણ અગાઉના 23618.00ના ક્લોઝિંગ સામે 23397.30ના સ્તર સુધી તૂટ્યો હતો, જેમાં કુલ 221 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, કારોબાર દરમિયાન બંને ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી થોડી રિકવરી પણ જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ 74972 તેમજ નિફ્ટી 23556ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
બીજી તરફ કિંમતી ધાતુઓની વાત કરીએ તો, આજે વૈશ્વિક દબાણના કારણે ચાંદીના ભાવમાં 3269 રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો, જ્યારે સોનાના ભાવમાં પણ 1121 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. હાલમાં આ બંને ધાતુઓ સાઇડવેઝમાં આગળ વધી રહી છે, જેમાં સોનું 160000ની સપાટીથી નીચે અને ચાંદી 270000ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આ દરમિયાન બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં ઉછાળાની સ્થિતિ યથાવત્ રહેતા તે 110$ના સ્તરે પહોંચી ગયું હતું. ટ્રમ્પ દ્વારા ઈરાન પર હુમલાની ધમકીઓના કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં હજુ પણ મોટો ઉછાળો આવી શકે છે, જેના લીધે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Related Articles
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિયો વાયરલ, PIBએ ભ્રમ ફેલાવવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો
AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિય...
Jul 25, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનામાં ₹1,921 અને ચાંદીમાં ₹5,387નો કડાકો, રોકાણકારોમાં ચિંતા
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનામાં ₹1,921 અ...
Jul 13, 2026
એઆઈ નિષ્ફળ રહેતાં ફોર્ડ કંપનીએ 350 અનુભવી ઇજનેરોને ફરીથી નોકરી પર બોલાવ્યા
એઆઈ નિષ્ફળ રહેતાં ફોર્ડ કંપનીએ 350 અનુભવ...
Jun 30, 2026
ખાડી દેશોના યુદ્ધ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત: ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.1 ટકાનો નોંધપાત્ર ઉછાળો
ખાડી દેશોના યુદ્ધ વચ્ચે પણ ભારતીય અર્થતં...
Jun 30, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભ...
Jun 24, 2026
Trending NEWS
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026