Syriaમાં તમામ ભારતીયો સુરક્ષિત, દમાસ્કસ દૂતાવાસ રહેશે ચાલુ, વિદેશ મંત્રાલયે આપી સલાહ
December 09, 2024
સીરિયાની રાજધાની દમિશ્કમાં વિદ્રોહી જૂથોએ પર કબજો જમાવ્યો હોવાના અહેવાલો વચ્ચે સૂત્રોએ જણાવ્યું હતું કે સીરિયામાં તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને દૂતાવાસ તેમની મદદ માટે ઉપલબ્ધ છે. સૂત્રોએ જણાવ્યું કે યુદ્ધગ્રસ્ત સીરિયાની રાજધાની દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ કાર્યરત છે અને તમામ ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. આ દરમિયાન ઈસ્લામવાદી આગેવાની હેઠળના વિદ્રોહીએ આજે કહ્યું કે તેઓએ સીરિયાને બશર અલ-અસદના શાસનમાંથી મુક્ત કરાવ્યું છે.
આ પહેલા વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરીમાં હિંસા પ્રભાવિત દેશમાં રહેતા ભારતીયોને શક્ય હોય તો ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા શક્ય તેટલી વહેલી તકે નીકળી જવા જણાવ્યું હતું. રાજધાની દમાસ્કસમાં વિદ્રોહી પ્રવેશ કરે તે પહેલા આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.
આ પહેલા વિદેશ મંત્રાલયે તમામ ભારતીય નાગરિકોને સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપી હતી. આ સાથે સીરિયામાં હાજર ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસનો ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +963 993385973 (વોટ્સએપ પર પણ) ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
Related Articles
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલા 55 ડૂબ્યાં, શાળાઓ બંધ; હાઈવે તૂટ્યા
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલ...
Jun 27, 2026
અમેરિકાની એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાનનો બહેરીન પર ભયંકર ડ્રોન એટેક
અમેરિકાની એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાનનો બહ...
Jun 27, 2026
અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતની ધરતી ધ્રુજી
અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, દિ...
Jun 27, 2026
ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયારી, મંત્રી બોલ્યા- અમારો દેશ 'પાકિસ્તાન' નથી
ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયા...
Jun 26, 2026
યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્યો, રશિયાનો 660 ડ્રોન તોડી પાડવાનો દાવો
યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્...
Jun 26, 2026
વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી
વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર...
Jun 25, 2026
Trending NEWS
26 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026