અમેરિકાએ ઘરમાં ઘૂસી પ્રમુખ માદુરોનું 'અપહરણ' કર્યું
January 04, 2026
- માદુરો ડ્રગ કાર્ટેલના ચીફ હોવાનો આક્ષેપ કરતા અમેરિકન સૈન્યે ચાર મહિનાથી વેનેઝુએલાને ઘેર્યું હતું
વોશિંગ્ટન : દુનિયામાં યુદ્ધો બંધ કરાવી શાંતિની વાતો કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં જ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત સાત શહેરો પર હવાઈ હુમલો કર્યો હતો. વધુમાં પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો કે, તેમની સ્પેશિયલ ડેલ્ટા ફોર્સ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિઆ ફ્લોરેસને પકડીને દેશની બહાર અજ્ઞાાત સ્થળે લઈ છે. કથિત રીતે 'ધરપકડ' કરાયેલા વેનેઝુએલાના પ્રમુખ માદુરોની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. નિકોલસ માદુરો સામે ન્યૂયોર્કની કોર્ટમાં ગુનાઈત આરોપો હેઠળ કાર્યવાહી થશે તેમ અમેરિકન એટર્ની જનરલ પામ બોન્ડીએ કહ્યું હતું. બીજીબાજુ અમેરિકાના હવાઈ હુમલા પછી વેનેઝુએલાએ દેશમાં ઈમર્જન્સી જાહેર કરી છે.
વેનેઝુએલા સાથે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે અમેરિકન સૈન્ય દળોએ ૨ અને ૩ વચ્ચેની રાતે વેનેઝુએલાની રાજધાની કારાકાસ તથા , મિરાંડા, અરાગુઆ અને લા ગુએરા રાજ્યોના સાત શહેરોમાં અચાનક જ ભારે હવાઈ હુમલા કર્યા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકન સૈન્યે ફુએર્તે તિઉના આર્મી બેઝ અને લા કાર્લોટા એરબેઝ જેવા મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યા હતા. અમેરિકાએ આધુનિક એફ-૩૫ જેવા ફાઈટર જેટ, અપાચે અને ચિનૂક જેવા હેલિકોપ્ટર તથા મિસાઈલોથી સાત શહેરો પર હુમલો કર્યો હતો. આ હુમલો ૩૦ મિનિટથી પણ ઓછો સમય ચાલ્યો અને સાત વિસ્ફોટો થયા. જોકે, આ હુમલામાં જાનહાની અથવા મિલકતને નુકસાનના કોઈ અહેવાલ નથી.
બીજી બાજુ વેનેઝુએલાની માદુરો સરકાર અમેરિકાના હુમલાનો જવાબ આપે તે પહેલાં જ અમેરિકન સૈન્યની ડેલ્ટા ફોર્સે રાજધાની કારાકસમાં વિશેષ ઓપરેશન કરીને પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિઆ ફ્લોરેસને પકડીને દેશની બહાર અજ્ઞાાત સ્થળે ઉઠાવી ગઈ હતી. દુનિયાને વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની જાણ થઈ ત્યાં તો પ્રમુખ ટ્રમ્પે તેમના સૈન્યે માદુરો અને તેમના પત્નીને પકડી લીધા હોવાની જાહેરાત કરી હતી.
Related Articles
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026