અમિત શાહ ગુજરાતની મુલાકાતે, 758 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે

February 27, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસકાર્યોની ભેટ આપશે. તેમાં 758 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે. તથા સેક્ટર - 21ની સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે. ગુડાના 2663 આવાસનો ડ્રો યોજાશે. અમિત શાહ પેથાપુરમાં જાહેર સભા સંબોધશે.

તેમજ 4.13 કરોડના ખર્ચે તૈયાર 4 સ્કૂલના નવા મકાનનું લોકાર્પણ કરશે. તથા 50 લાખના ખર્ચે તૈયાર ચ-2 ટ્રાફિક સર્કલનું લોકાર્પણ કરશે. સેક્ટર - 6માં ડોક્ટર હાઉસ પાસેના પાર્કિંગનું લોકાર્પણ કરાશે. તેમજ પાવરગ્રીડ કોર્પોરેશને આપેલા રોડ સ્વીપર મશીન તંત્રને સોંપાશે. અને રાયસણ સિગ્નેચર બ્રિજ પાસે બગીચાનું લોકાર્પણ થશે. કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે.

આધુનિક સુવિધાથી સજ્જ મેડિકલ કોલેજનું 150 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ મેડિકલ કોલેજનું ખાતમૂહુર્ત પણ અમિત શાહે જ કર્યું હતું. 30 વર્ષ પહેલાં સ્વામિનારાયણ વિશ્વમંગલ ગરુકુળની સ્થાપના થઇ હતી. જેના નેજા હેઠળ સ્કૂલ, બી.એડ કોલેજ, PTC કોલેજ, ફાર્મસી કોલેજ, આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજ અને લૉ કોલેજ હાલ કાર્યરત છે.