અમિતાભ બચ્ચનની ભૂતનાથના ત્રીજા પાર્ટની તૈયારી શરૂ

November 09, 2024

મુંબઇ : અમિતાભબચ્ચનની જાણીતી, લોકપ્રિય અને સફળ ફિલ્મ 'ભૂતનાથ'નો ત્રીજો ભાગ બનવાની તૈયારી શરૂ થઇ ગઇ હોવાના સમાચાર છે. આ ફિલમમાં બિગ બીએ એક પ્રેમાળ ભૂતની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા. જોકે હાલ આ ફિલ્મ પ્રારંભિક સ્ટેજમાં છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે અને ૨૦૨૬માં ફિલ્મને રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઇ ગયું છે.  રસપ્રદ વાત તો એ છે કે, શાહરૂખ ખાને ભૂતનાથના બન્ને ભાગમાં કેમિયો કર્યો હતો. પરંતુ હવે નિર્માતા ઇચ્છે છે કે, આ વખતે ત્રીજા હિસ્સામાં અભિનેતાનો રોલ વધુ  લંબાવવામાં આવે. જોકે   આ અંગેનો આખરી  નિર્ણય સ્ક્રિપ્ટ પૂરી થાય પછી લેવામાં આવશે.  'ભૂતનાથ ૩' હજી પ્રારંભિક સ્ટેજમાં હોવાથી ફિલ્મની અન્ય કાસ્ટ વિશે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. સ્ક્રિપ્ટ પૂરી થાય પછી જ ફિલ્મને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવશે.