Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

નેપાળમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ, યુપી-ઉત્તરાખંડમાં પણ અનુભવાયા આંચકા

April 04, 2025

નેપાળમાં શુક્રવારે ( 4 એપ્રિલ, 2025) રાત્રે 7.52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 માપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 20 કિમી ઊંડાઈમાં હતું. કેન્દ્રબિંદુ નેપાળના ટાલેંગાઉ પાસે હતું. 


નેપાળ દુનિયામાં સૌથી વધુ સક્રિય ભૂકંપીય ક્ષેત્રોમાંથી એક છે, જ્યાં ભૂકંપનો ખતરો સૌથી વધુ રહે છે. થોડા દિવસ અગાઉ જ મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હજુ તો મ્યાનમારમાં ભૂકંપના ઘા રુઝાયા નથી ત્યાં નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારત સરકારે મ્યાનમારના ભૂકંપ પીડિત લોકોની મદદ માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી ત્રણ હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે આશરે પાંચ હજાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 300થી વધુ હજુ ગુમ છે. 
ગઇકાલે મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 માપવામાં આવી હતી.