Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હાઉસ બહાર ફાયરિંગ કરનારો યુવક પોતાને 'ઈસુ ખ્રિસ્ત’ માનતો હતો

May 24, 2026

અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન અને ઓફિસ 'વ્હાઇટ હાઉસ' ની બહાર ફરી એકવાર ગોળીબારની સનસનાટીભરી ઘટના સામે આવી છે. 24 મે ના રોજ સવારે બરાબર 4:15 વાગ્યે (સ્થાનિક સમય મુજબ સાંજે 6:00 વાગ્યા આસપાસ) વ્હાઇટ હાઉસ નજીકના 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ વિસ્તારમાં એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ સમયે ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા. જો કે, યુએસ સિક્રેટ સર્વિસની ત્વરિત કાર્યવાહીને કારણે ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને સ્થળ પર જ ઠાર મારવામાં આવ્યો છે.
યુએસ સિક્રેટ સર્વિસના જણાવ્યાનુસાર, શંકાસ્પદ શૂટર વ્હાઇટ હાઉસની સુરક્ષા ચોકી (ચેક પોઇન્ટ) નજીક પહોંચ્યો હતો. તેણે અચાનક બેકપેકમાંથી બંદૂક કાઢીને ત્યાં તહેનાત સુરક્ષા અધિકારીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું. અણધાર્યા હુમલાથી એ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. ફરજ પરના સિક્રેટ સર્વિસના જવાનોએ તરત જ મોરચો સંભાળ્યો અને વળતો ગોળીબાર કર્યો. સામસામે થયેલા ફાયરિંગમાં હુમલાખોર ગંભીર રીતે ઘાયલ થયો. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનામાં એક સામાન્ય રાહદારી પણ ગોળી વાગવાથી ઘાયલ થયો છે.
તપાસ એજન્સીઓના જણાવ્યાનુસાર, માર્યા ગયેલા બંદૂકધારીની ઓળખ મેરીલેન્ડના 21 વર્ષીય નાસિર બેસ્ટ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ પ્રમાણે, નાસિર માનસિક રીતે અસ્વસ્થ હતો. તે પોતાને 'ઈસુ ખ્રિસ્ત' અને 'સાચો ઓસામા બિન લાદેન' માનતો હતો. નાસિર અગાઉ પણ સિક્રેટ સર્વિસના રડારમાં આવી ચૂક્યો હતો.