વધુ એક ભારતીય ક્રિકેટરના છૂટાછેડાની ચર્ચા, 2019માં થયા હતા લગ્ન

March 10, 2025

લગ્ન હવે કાગળની જેમ વિખેરાઈ રહ્યા છે. ખાસ કરીને આપણી ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ એવા છે જેમના છૂટાછેડાના સમાચારે આપણને ચોંકાવી દીધા છે. હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ જેવા ક્રિકેટરો એવા રહ્યા છે જેમના છૂટાછેડાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. હવે વધુ એક ક્રિકેટર અને અભિનેત્રીના છૂટાછેડાની અફવાએ જોર પકડ્યું છે. પ્રાપ્તા માહિતી પ્રમાણે ક્રિકેટર મનીષ પાંડે અને આશ્રિતા શેટ્ટી વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. તમને જણાવી દઈએ કે, બંનેએ 2019માં લગ્ન કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે મનીષ 68 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોનો હિસ્સો રહી ચૂક્યો છે. મનીષ પાંડેની તાજેતરની ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીએ છૂટાછેડાની ચર્ચાઓને હવા આપી છે. તમને જણાવી દઈએ કે મનીષ એક શાનદાર ભારતીય ક્રિકેટર રહ્યો છે જે ઘણી ક્રિકેટ ટુર્નામેન્ટનો હિસ્સો રહ્યો છે. તે કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો રહ્યો છે અને તેણે 2018 ટીમ ઈન્ડિયા એશિયા કપમાં પણ ભાગ લીધો છે. તેણે ગૌતમ ગંભીરના નેતૃત્વ અને કેપ્ટનશીપમાં ટીમને આઈપીએલમાં જીત અપાવી હતી. બીજી તરફ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ આશ્રિતા શેટ્ટી (Ashrit Shetty) મુખ્યત્વે તમિલ ફિલ્મો માટે જાણીતી છે. તેણે તમિલ એક્ટર સિદ્ધાર્થ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. જોકે, લગ્ન પછી તે ફિલ્મોમાં ખૂબ ઓછી સક્રિય રહી. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે. હાલમાં હવે તે પોતાની પર્સનલ લાઈફમાં ચાલી રહેલી હલચલના કારણે ચર્ચામાં છે.